બોલિવૂડ એક્ટર Deepak Tijoriએ પ્રોડયૂસર પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ, નોંધાવી ફરિયાદ
બોલિવૂડ અભિનેતા દીપક તિજોરીએ તેમના સહ-નિર્માતા મોહન નાદર સામે અંબોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે.
Deepak Tijori Files Cheating Case Against Producer Mohan Nadar: બોલિવૂડ અભિનેતા દીપક તિજોરીએ તેમના સહ-નિર્માતા મોહન નાદર સામે અંબોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. અભિનેતાનો આરોપ છે કે મોહને તેની પાસેથી થ્રિલર ફિલ્મ બનાવવાના નામે 2.6 કરોડ રૂપિયા લીધા અને તેની સાથે છેતરપિંડી કરી. આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે.
Bollywood actor & director Deepak Tijori filed a case of cheating at Amboli police station. The actor alleged that he was duped of Rs 2.6 cr by co-producer Mohan Nadar, who joined him to produce a thriller film. Case has been registered under sec 420 & 406 of IPC & probe… https://t.co/mf05f3LHWm pic.twitter.com/R0jy1saVtN
— ANI (@ANI) March 20, 2023
શૂટિંગ લોકેશનના બહાને પૈસા પડાવી લીધા હતા
રિપોર્ટ્સ અનુસાર નાદારે શૂટિંગ લોકેશન પર ખર્ચ કરવાના બહાને પૈસા લીધા હતા. ઘણા પ્રયત્નો પછી પણ દીપકને પૈસા ન મળતાં તેણે આખરે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 10 દિવસ પહેલા કરવામાં આવી છે. TOIના અહેવાલ મુજબ અંબોલી પોલીસે માહિતી આપી હતી કે, દીપક તિજોરી અને નાદારે 2019માં ફિલ્મ ટિપ્સી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આરોપીએ પૈસા આપ્યા ન હતા અને ચેક બાઉન્સ થતો રહ્યો. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
2.6 કરોડનું નુકસાન થયું હતું
દીપક તિજોરીની ફરિયાદ અનુસાર નાદારે સપ્ટેમ્બર 2019માં લંડન લોકેશન માટે પૈસા લીધા હતા. તેણે પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બહાના બનાવતા રહ્યા અને ચેક બાઉન્સ થતા રહ્યા. દીપક તિજોરીએ જણાવ્યું કે ટિપ્સીનું શૂટિંગ સપ્ટેમ્બર 2019માં લંડનમાં શરૂ થયું હતું પરંતુ નાદારે પ્રોજેક્ટ શરૂ કર્યો ન હતો. જેના કારણે 2.6 કરોડનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: Rajinikanthની દીકરી ઐશ્વર્યાના લોકરમાંથી લાખોના દાગીનાની ચોરી, નોકર પર શંકા
Aishwaryaa Rajinikanth Filed Complained: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે તિનામપેટ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેના ચેન્નાઈના ઘરના લોકરમાંથી 60 તોલા દાગીના ગાયબ છે. કિંમતી સામાનની કિંમત 3.60 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2019માં તેણે આ જ્વેલરીનો ઉપયોગ તેની બહેન સૌંદર્યાના લગ્નમાં કર્યો હતો.
લોકરમાંથી ઐશ્વર્યાની જ્વેલરી ગુમ થઈ ગઈ હતી
એફઆઈઆરની કોપી અનુસાર ઐશ્વર્યાએ તેના ઘરેણાં લોકરમાં રાખ્યા હતા અને તેના ઘરના કેટલાક નોકરોને તેની જાણ હતી. ચોરીના દાગીનામાં સોનાના દાગીના, હીરાના સેટ, નવરત્નનો હાર અને બંગડીઓનો સમાવેશ થાય છે. તૈનામપેટ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઐશ્વર્યા રજનીકાંતને નોકર પર શંકા
ઐશ્વર્યાએ માહિતી આપી છે કે તેની બહેનના લગ્ન બાદ લોકર ત્રણ વખત શિફ્ટ કરવામાં આવ્યું હતું. 2021માં તેનું લોકર સેન્ટ મેરી રોડ એપાર્ટમેન્ટમાં હતું. આ પછી, તેને CIT કોલોનીમાં શિફ્ટ કરવામાં આવ્યું અને પછી એપ્રિલ 2022માં લોકરને રજનીકાંતના પોસ ગાર્ડન હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યું. તેણે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં જ્યારે લોકર ખોલવામાં આવ્યું તો ઘરેણાં ગાયબ જોવા મળ્યા. ઐશ્વર્યાએ આ મામલે કેટલાક નોકર પર શંકા વ્યક્ત કરી છે. ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તેને તેની નોકરાણી ઈશ્વરી, લક્ષ્મી અને ડ્રાઈવર વેંકટ પર શંકા છે જેઓ સેન્ટ મેરી રોડ પરના તેના એપાર્ટમેન્ટમાં અવારનવાર આવતા હતા. તેમણે પોલીસ પાસે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઐશ્વર્યા રજનીકાંત આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે
જણાવી દઈએ કે ઐશ્વર્યા રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'લાલ સલામ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે શૂટિંગ માટે તમિલનાડુના અલગ-અલગ શહેરોની મુલાકાત લઈ રહી છે.