શોધખોળ કરો
Advertisement
અભિનેતા ગોવિંદા અને જેકી શ્રોફને કોર્ટે કેમ ફટકાર્યો 20 હજાર રૂપિયાનો દંડ? જાણો કારણ
કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગોવિંદા તથા જેકી શ્રોફ હોવાથી તેમને પણ કોર્ટે દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની ગ્રાહક સુરક્ષા કોર્ટે બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને જેકી શ્રોફને 20 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે તેલ બનાવતી કંપનીને પણ દંડ ફટકાર્યો છે. કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગોવિંદા તથા જેકી શ્રોફ હોવાથી તેમને પણ કોર્ટે દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અભિનવ અગ્રવાલ નામના યુવકે પોતાના 70 વર્ષના પિતા બ્રિજભૂષણ અગ્રવાલ માટે પેઈન રીલિફ તેલ લીધું હતું. અભિનવ અગ્રવાલ પોતે વકીલ છે. તેમણે ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈને તેલ ખરીદવાનું નક્કી કર્યું હતું. આ જાહેરાતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, માત્ર 15 દિવસમાં જ દુખાવાથી છૂટકારો મળશે. તેમણે 3,600 રૂપિયામાં આ તેલ મંગાવ્યું હતું. પરંતુ અભિનવના પિતાને 10 દિવસ બાદ પણ દુખાવામાં કોઈ ફરક પડ્યો જ નહતો.
જેને લઈને અભિનવને ગુસ્સો આવ્યો હતો અને મધ્ય પ્રદેશમાં આવેલી કંપનીના રિપ્રઝન્ટેટિવ સાથે વાત કરી હતી. તેમણે પ્રોડક્ટ પરત આપીને રિફંડ લેવાનું કહ્યું હતું. જોકે ત્યાર બાદ કંપનીએ રિફંડ ચૂકવ્યું નહોતું અને અભિનવને હેરાન કરવા લાગી હતી. અભિનવે કહ્યું હતું કે, તેણે જાહેરાતમાં સેલિબ્રિટિઝને જોઈને તેલ ખરીદ્યું હતું.
કંપનીએ વચન આપ્યું હતું કે, 15 દિવસની અંદર દુખાવો મટી જશે. ત્યાર બાદ અભિનવે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. ગ્રાહક સુરક્ષાએ તેલ બનાવતી કંપની, ગોવિંદા, જેકી શ્રોફ, ટેલિમાર્ટ શોપિંગ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ તથા મેક્સ કમ્યુનિકેશનને 20-20 હજાર અભિનવને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત 3600 રૂપિયા 9 ટકાના વ્યાજ દરે અને તમામ કાયદાકીય ખર્ચ ચૂકવવાનું પણ કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement