Death: સ્ટાર એક્ટરના માતાનું 80 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બિમાર
માંના નિધાનથી મનોજ વાજપેયીઓ આખો પરીવાર આઘાતમાં સરી પડ્યો છે. મનોજ વાજપેયીના નિધનની જાણકારી અશોક પંડિતે ટ્વીટ દ્વારા આપી,
Manoj Bajpayee Mother Death: બૉલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સમાંનો એક મનોજ વાજપેયી (Manoj Bajpayee) અત્યારે આઘાતમાં સરી પડ્યો છે, મનોજ વાજપેયીના માતા ગીતા દેવીનું નિધન થઇ ગયુ છે. લાંબી બિમારી બાદ ગુરુવારે એટલે કે આજે સવારે દિલ્હીની એક હૉસ્પીટમાં સવારે 8.30 વાગે એક્ટરની માં ગીતા દેવીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 80 વર્ષની હતી.
દિલ્હીની હૉસ્પીટલમાં ચાલી રહ્યો ઇલાજ -
જાણકારી અનુસાર, મનોજ વાજપેયીની માં ગીતા દેવીનુ બિમારીના કારણે થોડાક દિવસો પહેલા દિલ્હીની હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ગીતા દેવીની તબિયત લથડી હતી, જે પછી તેમને દિલ્હીની પુષ્પાજંલિ મેડિકલ સેન્ટર અને મેક્સ સુપરસ્પેશ્યાલિટી હૉસ્પીટલમાં પણ ઇલાજ કરાવવામાં આવ્યો હતો. તાજેતરમા જ પોતાના બિઝી શિડ્યૂલમાંથી ટાઇમ કાઢીને મનોજ વાજપેયી પણ માં ને મળવા હૉસ્પીટલ પહોંચ્યો હતો.
વળી માંના નિધાનથી મનોજ વાજપેયીઓ આખો પરીવાર આઘાતમાં સરી પડ્યો છે. મનોજ વાજપેયીના નિધનની જાણકારી અશોક પંડિતે ટ્વીટ દ્વારા આપી, તેમને પોતાના ટ્વીટમાં લખ્યું- મનોજ વાજપેયી તમારી આદરણીય માંના દુઃખદ નિધન પર તમારા આખા પરિવારને અમારી હાર્દિક સંવદેનાઓ, ઓમ શાંતિ.
Our heartfelt condolences to you and your entire family @BajpayeeManoj on the sad demise of your Aadarniya mother .
— Ashoke Pandit (@ashokepandit) December 8, 2022
ओम शांति !
🙏
Ram Gopal Varma Video: રામ ગોપાલ વર્માએ આ એક્ટ્રેસને કર્યું ચુંબન, વીડિયો થયો જોરદાર વાયરલ
Ram Gopal Varma Ashu Reddy Video: રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ખતરા ડેન્જરસ' 9મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. લેસ્બિયન રોમાન્સ પર બનેલી આ ફિલ્મ રોમેન્ટિક સીન્સથી ભરપૂર છે. આત્મીયતા અને એડલ્ટ કન્ટેન્ટના કારણે તેને A પ્રમાણપત્ર મળ્યું છે. આ દિવસોમાં દિગ્દર્શક તેની અભિનેત્રી આશુ રેડ્ડી સાથે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં રામ ગોપાલ વર્મા આશુ સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. અને ઈન્ટરવ્યુના અંતે તે અભિનેત્રીના પગ પર ચુંબન કરતો જોવા મળે છે.
રામ ગોપાલ તેની અભિનેત્રીના પગ ચૂંમતો જોવા મળ્યો -
રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ઈન્ટરવ્યુની લિંક શેર કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.72 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મ 'ખતરા ડેન્જરસ'ને પ્રમોટ કરવાની ડાયરેક્ટરની રીત એકદમ અલગ છે જેમાં તે પોતાની એક્ટ્રેસના વખાણ કરતા અને તેને સવાલ કરતા જોવા મળે છે. રામ ગોપાલ વર્મા પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, આ વાત તો પહેલાથી જ જાણીતી હતી, જો કે આ લેટેસ્ટ વિડિયો જોઈને તમે પણ આ જ કહેશો.