Watch: પુષ્પારાજ બનીને આ બૉલીવુડ એક્ટેરે મચાવી ધમાલ, બન્યો Allu Arjunનો અવાજ
ફિલ્મમાં એક્ટરના બોલવાનો અંદાજ લોકોને એવો ગમ્યો કે સામાન્યથી લઇને ખાસ દરેક આને કૉપી કરી રહ્યાં છે.
Shreyas Talpade Became Allu Arjun's Voice: અલ્લુ અર્જૂન આજકાલ પોતાની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા' (Pushpa)ને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મને રિલીઝ થયે એક મહિનો થઇ ગયો છે અને આના ગીતો, ડાયલૉગ અને ડાન્સ દર્શકોની વચ્ચે ધમાલ મચાવી રહ્યાં છે.
ખાસ કરીને ફિલ્મમાં એક્ટરના બોલવાનો અંદાજ લોકોને એવો ગમ્યો કે સામાન્યથી લઇને ખાસ દરેક આને કૉપી કરી રહ્યાં છે. જોકે આ બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મના લીડ એક્ટરની પાછળ કોનો અવાજ હતો.
ખરેખરમાં, બૉક્સ ઓફિસ પર ધમાલ કરનારી પુષ્પા ગઇ 14 જાન્યુઆરીએ હિન્દી વર્ઝનમાં અમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ. અલ્લુ અર્જૂનનુ હિન્દી બોલવુ ફેન્સને ઇમ્પ્રેસ કરી ગયુ. ઉલ્લેખનીય છે કે, હિન્દી બોલનારા અલ્લુ અર્જૂન (Allu Arjun)ને પોતાનો અવાજ કોઇ બીજાએ નહીં પરંતુ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)એ આપ્યો હતો. ફિલ્મમાં તેના દમદાર અવાજની દરેક પ્રસંશા કરી રહ્યાં છે. હવે શ્રેયસ તલપડે આમા તો પ્રૉડક્શન ટીમનો ભાગ છે, એટલે કદાચ લોકોએ ધ્યાન નહીં આપ્યુ હોય. પરંતુ તાજેતરમાં જ જ્યારે એક્ટરે ખુદ અલ્લુ અર્જૂનના ડાયલૉગ્સ બોલતો પોતાનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
THANK YOUUUU FOR YOUR LOVE! I am beyond happy with the kind of response my voice has gotten in #PushpaHindi 🙌🏻❤️
— Shreyas Talpade (@shreyastalpade1) December 21, 2021
Keep the love coming. @alluarjun kya Recordतोड़ dhamaka किया hai! #Pushpa...jhukkega nahi and blockbuster numbers...rukkega nahiii😎 pic.twitter.com/ioB1GDOPvC
વીડિયોમાં તે ફિલ્મનો ફેમસ ડાયલૉગ પુષ્પા પુષ્પારાજમાં ઝૂકેગા નહીં, અને પુષ્પા નામ સુનકર ફ્લૉવર સમજે ક્યાં. ફ્લૉવર નહીં ફાયર હૈ મે..... બોલતો દેખાઇ રહ્યો છે. દર્શકોતી મળી રહેલી પ્રતિક્રિયાઓમાં તેની ખુબ પ્રસંશા થઇ રહી છે શ્રેયસ તલપડે ભલે પોતાની એક્ટિંગનો જાદુ ના બતાવી શક્યો હોય, પરંતુ તેના અવાજે અત્યારે તહેલકો મચાવી દીધો છે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે