શોધખોળ કરો
Advertisement
TV સીરિયલ ‘રામાયણ’ માં સીતાની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ અયોધ્યા ચુકાદા મુદ્દે શું કહ્યું, જાણો વિગત
80 દાયકામાં રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ ‘રામાયણ’માં સીતાનું લોકપ્રિય પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.
નવી દિલ્હી: અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે શનિવારે(9 નવેમ્બર) પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદાને ટીવી સીરિયલ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ આવકાર્યો છે.
80 દાયકામાં રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ ‘રામાયણ’માં સીતાનું લોકપ્રિય પાત્ર ભજવનાર અને 1991 થી 1996 સુધી ભાજપના સાંસદ રહી ચુકેલા દીપિકા ચિખલિયાએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત દરમિયાન આ નિર્ણયને બન્ને પક્ષ માટે યોગ્ય ગણાવ્યો હતો. રાજકીય રીતે આ નિર્ણયને તેમણે બહેતર પણ ગણાવ્યો છે.
દીપિકાએ કહ્યું કે મંદિર બન્યા બાદ આપણને રામના નામે એક પાવન તીર્થ સ્થળ મળશે. પુરાતત્વ વિભાગોએ તેને ધાર્મિક સ્થળ દર્શાવ્યું છે. આ રીતે તે એક ઐતિહાસિક સ્થળ હવે ધાર્મિક સ્થળ માનવામાં આવશે.
રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામના પાત્રથી લોકપ્રિય થયેલા અરૂણ ગોવિલે SCના ચુકાદાને આવકાર્યો, જાણો શું કહ્યું ?
તેમણે ભાજપ દ્વારા 90ના દાયકામાં ચલાવવામાં આવેલા રામ મંદિર આંદોલન (રથયાત્રા) અને બાબરી મસ્જિદ વિધ્વંસ પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને રામ મંદિરને લઈ હિંદુઓને જાગૃત કરવાનો શ્રેય ભાજપને આપ્યો.
92 વર્ષની વયે રામ જન્મભૂમિ માટે કેસ લડનારા પરાસરન કોણ છે ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion