શોધખોળ કરો
Advertisement
92 વર્ષની વયે રામ જન્મભૂમિ માટે કેસ લડનારા પરાસરન કોણ છે ? જાણો વિગત
અયોધ્યા મામલા ઉપરાંત પરાસરન સબરીમાલા મામલામાં ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વકીલાત તેમને વારસામાં મળી હતી. તેમના પિતા કેશવ અય્યંગર પણ વકીલ હતા. પરાશરણના બંને દીકરા મોહન પરાસરન અને સતીશ પરાસરન પણ વકીલ છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે થયેલા સુનાવણીમાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવન અને રામલલા બિરાજમાન તરફથી પરાસરને દલીલો કરી હતી. પરાસરનની ઉંમર 92 વર્ષ છે, તેમને ‘પિતામહ’ના ઉપનામે પણ ઓળખવામાં આવે છે. અયોધ્યા મામલા ઉપરાંત પરાસરન સબરીમાલા મામલામાં ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
1927માં તમિલનાડુમાં જન્મ
કે પરાસરનનો જન્મ 1927માં તમિલનાડુના શ્રીરંગમાં થયો હતો. તેઓ તમિલનાડુથી લઈ કેન્દ્ર સરકારોના ફેવરિટ રહ્યા છે. વકીલાત તેમને વારસામાં મળી હતી. તેમના પિતા કેશવ અય્યંગર પણ વકીલ હતા. પરાશરણના બંને દીકરા મોહન પરાસરન અને સતીશ પરાસરન પણ વકીલ છે.
વાજપેયી સરકારે પદ્મ ભૂષણથી કર્યું સન્માન
1958માં તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. પરાસરન વર્ષ 1976માં તમિલનાડુના એડવોકેટ રહ્યા હતા. 2003માં વાજપેયી સરકાર દરમિયાન તેમને પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 2011માં મનમોહન સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
સૉલિસિટર જનરલ રહી ચુક્યા છે પારાશરણ
કે પરાસરન ભારતના સૉલિસિટર જનરલ રહી ચુક્યા છે. જે બાદ તેઓ અટૉર્ની જનરલ પણ બન્યા. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન જ્યારે પરાસરન દલીલો કરતા હતા ત્યારે CJI રંજન ગોગોઈએ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પૂછ્યું કે શું તમે બેસીને દલીલો કરવા ઈચ્છશો, તો પરાસરને જવાબ આપ્યો- ઈટ્સ ઓકે, કોર્ટની પરંપરા ઉભા રહીને દલીલો કરવાની છે અને મારે આ પરંપરાનું ધ્યાન રાખવાનું છે.
પરાસરનની આ દલીલો રહી ચર્ચામાં
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે સીનિયર વકીલ રાજીવ ધવને દરરોજ સુનાવણી પર આપત્તિ દર્શાવી હતી ત્યારે પરાસરને કહ્યું, મરતા પહેલા મારી અંતિમ ઈચ્છા આ કેસને પૂરો કરવાની છે. હિન્દુ ધર્મગ્રંથો પર તેમની સારી પકડ છે.
રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણે પરાસરનને પૂછ્યું કે જન્મ સ્થાનને એક વ્યક્તિના રૂપમાં કેવી રીતે જગ્યા આપી શકાય અને મૂર્તિઓ ઉપરાંત અન્ય ચીજોના કાનૂની અધિકાર કેવી રીતે નક્કી થશે. તો તેમણે ઋગ્વેદનું ઉદાહરણ આપીને કહ્યું- સૂર્યને ભગવાન માનવામાં આવે છે, પણ તેની કોઈ મૂર્તિ નથી. પરંતુ દેવતા હોવાના કારણે તેમના પર પણ કાનૂન લાગુ થાય છે.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે દલીલ કરી હતી હતી, અયોધ્યામાં 55-60 મસ્જિદો છે. મુસ્લિમ સમુદાયના લોકો અન્ય મસ્જિદમાં નમાજ પઢી શકે છે પરંતુ આ હિંદુઓ માટે ભગવાન રામનું જન્મસ્થાન છે અને અમે તેમના જન્મસ્થાનમાં બદલાવ ન કરી શકીએ.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion