યુવતીએ પણ રણવીરને ફિલ્મમાં સારું કામ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ રણવીરને કહ્યું હતું કે, તે તેની ખૂબ જ મોટી ફેન છે. રણવીર અને યુવતીનો આ ઈમોશનલ પ્રેમ જોઈ ત્યાં ઉપસ્થિત તમામ દર્શકોએ તેમને ચિઅરઅપ કર્યું હતું.
2/4
રણવીરને જોતાં જ દર્શકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને લોકો તેની સાથે ફોટો ખેંચાવવા લાગ્યા હતાં. રણવીરે જ્યારે જોયું કે યુવતીના પગમાં ફેક્ચર હોવાના કારણે તેની પાસે પહોંચી શકી નહતી તો રણવીર તરત ભીડથી બહાર આવ્યો અને તેણે યુવતીની સાથે ફોટો પડાવ્યો હતો આ ઉપરાંત યુવતીના ગાલ પર કિસ કરી હતી અને થેન્ક્યુ કહ્યું હતું.
3/4
રણવીર સિંહ પોતાની ફિલ્મ સાથે જોડાયેલા દર્શકોના રિએક્શન જાણવા માટે મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રણવીરે જોયું કે એક યુવતી જેમના બંને પગે ફેક્ચર હતું તેઓ પણ તેની ફિલ્મ ‘સિંબા’ જોવા આવ્યા હતા.
4/4
મુંબઈ: રણવીર સિંહની ફિલ્મ ‘સિંબા’ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ અંગે દર્શકોના રિએક્શન જાણવા માટે અનેકવાર રણીવીર સિંહ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની સાથે મુંબઈના સિનેમા હોલમાં પહોંચી રહ્યો છે. પોતાની ફિલ્મ સાથે જોડાયેલા રિએક્શન જાણવા માટે રણવીર મુંબઈના એક થિએટરમાં પહોંચ્યો હતો ત્યાં પોતાની એક ફેનને જોઈને ઈમોશનલ થઈ ગયો હતો. રણવીરે ભીડની સામે જ તે ફેનને કિસ કરી હતી અને તેની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.