શોધખોળ કરો
‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?
હાલમાં જ કાર્તિક આર્યન અને સારા અલી ખાન ‘ઈન્ડિયન આઈડલ 11’માં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી.
![‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું? Actress Kartik Aaryan and Sara Ali Khan arrive at the set of Indian Idol for the promotion of the film ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28143112/Sara-Ali-Khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડમાં કોઈપણ ફ્રેશ જોડી મોટા પડદા પર આવવાની હોય ત્યારે ચાહકો તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતાં હોય છે. અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા કાર્તિક આર્યન પણ આવી જ જોડી છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યન ચાહકો વચ્ચે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં જ રહે છે.
આ બન્ને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરીને ચાહકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતાં જોવા મળે છે. હાલ તેઓ પોતાની ફિલ્મ ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.
હાલમાં જ કાર્તિક આર્યન અને સારા અલી ખાન ‘ઈન્ડિયન આઈડલ 11’માં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી. પરંતુ ઈન્ડિયન આઈડલના સેટ પર કંઈક એવું થયું કે સારા અલી ખાન જોઈને ચોંકી ગઈ હતી.
સેટ પર પહોંચીને કાર્તિક આર્યને એવું કર્યું કે સારા અલી ખાન જોઈને ચોંકી ગઈ હતી. જોકે ત્યાં મસ્તી-મસ્તીમાં કાર્તિકે શોની કન્ટેસ્ટન્ટ અંકુણા મુખર્જીની સામે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલી આ તસવીરોમાં જોતાં એવું લાગે છે કે, કાર્તિક અંકુણાને પ્રપોઝ કરી રહ્યો છે.
આ દરમિયાન અંકુણાના સોંગ પર કાર્તિક આર્યનને જોરદાર ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.
![‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28143000/Sara-Ali-Khan1.jpg)
![‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28143007/Sara-Ali-Khan2.jpg)
![‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28143016/Sara-Ali-Khan3.jpg)
![‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર સારા અલી ખાનની સામે જ કાર્તિકે આ યુવતીને પ્રપોઝ કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/28143022/Sara-Ali-Khan4.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)