'લેડી સિંઘમ' બનેલી કઇ હૉટ એક્ટ્રેસે શક્તિ કપૂરને ખખડાવી નાંખ્યો, બન્ને વચ્ચે શું થયો હતો ઝઘડો, જાણો
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ભોજપુરી ફિલ્મ લેડી સિંઘમનુ ટ્રેલર વીડિયો શેર કર્યો છે.
મુંબઇઃ ભોજપુરી ક્વિન રાની ચેટર્જીનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ટૉપ અભિનેત્રીઓમાં સામેલ છે. રાની ચેટર્જી કેટલાય વર્ષોથી ભોજપુરી સિનેમામાં કામ કરી રહી છે. રાની ચેટર્જીને ચાહનારાઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે, અને સમય સમયે તે વધી રહ્યું છે. આ બધાની વચ્ચે રાની ચેટર્જીની ફિલ્મ લેડી સિંઘમનુ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ભોજપુરી ફિલ્મ લેડી સિંઘમનુ ટ્રેલર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમં રાની ચેટર્જી અને શક્તિ કપૂર વાતો વાતોમાં કેટલીય વાર એકબીજાને નીચુ દેખાડવાની કોશિશ પણ કરી રહ્યાં છે.
રાની ચેટર્જી અને શક્તિ કપૂરનો આ વીડિયો તેની ભોજપુરી ફિલ્મ લેડી સિંઘમનો છે. ફિલ્મનુ ટ્રેલર ખુબ ધમાકેદાર છે જેમાં રાની પોલીસની વર્દી પહેરેની દેખાઇ રહી છે, વળી શક્તિકપૂર પોતાના દેસી લૂકમાં દેખાઇ રહ્યો છે, જેની ઝલક ટ્રેલરમાં દેખાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાની ચેટર્જી પોતાની કેરિયરની શરૂઆત ભોજપુરી ફિલ્મ 'સસુરા બડા પૈસા વાલા'થી કરી હતી, આ ફિલ્મમાં રાની ચેટર્જી ભોજપુરી સ્ટાર મનોજ તિવાર સાથે દેખાઇ હતી.
View this post on Instagram
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ