(Source: Poll of Polls)
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ
રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 57 PIની બદલી કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 57 PIની બદલી કરવામાં આવી છે. બિન હથિયારધારી પોલસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. ટી.આર. ભટ્ટને ગાંધીનગરથી અમદાવાદ શહેરમાં મૂકવામાં આવ્યા છે. વી.આર.વસાવા નર્મદા હતા તેમની એસીબીમાં બદલી કરાઈ છે. પી.બી.ગઢવી દેવભૂમિ દ્વારકામાં હતા તેમની એસીબીમાં બદલી કરવામાં આવી છે.
જે.એમ વાઘેલા જેઓ વડોદરા ગ્રામ્યમાં હતા તેમને રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. જે.એમ.પટેલ તેઓ દેવભૂમિ દ્વારકા હતા તેમની એટીએસમાં બદલી કરવામાં આવી છે. જે.એન.ચાવડા અમદાવાદ શહેરમાં હતા તેમની એ.ટી.એસમાં બદલી કરાઈ છે, જ્યારે જે.પી.રોજીયા તેઓ અમદાવાદ શહેરમાં હતા તેમની પણ એ.ટી.એસમાં બદલી કરવામાં આવી છે.
એચ.એચ. આર્ચાર્ય એસીબીમાં હતા તેમની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. એચ.બી ગામેતીની એસીબીમાંથી મહીસાગરમાં બદલી કરાઈ છે. જે.એમ.સોલંકીને અમદાવાદ શહેરમાંથી સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
એલ.બી.તડવીને અમદાવાદ રુરલમાંથી વડોદરા રુરલમાં મૂકવામાં આવ્યા છે. એન.કે.વ્યાસ વડોદરા શહેરમાંથી રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. જી.એસ પટેલની મહેસાણાથી સુરત શહેરમાં બદલી કરાઈ છે.
આર.જી. ચૌધરીની જામનગરથી સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે.