શોધખોળ કરો
Advertisement
રાની મુખર્જીએ પોલીસની વર્દીમાં મચાવી ધમાલ, 'મર્દાની 2'નો ફર્સ્ટ લૂક વાયરલ
ગોપી પુતરનના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રાની મુખર્જી એસપી શિવાની રૉયની ભૂમિકા નિભાવી રહી છે. પહેલા ભાગ મર્દાનીમાં રાની મુખર્જી આ જ રૉલ નિભાવતી જોવા મળી હતી. મર્દાની 2 આદિત્ય ચોપડા પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે. મર્દાની 2ને 2019માં રિલીઝ કરવાની તૈયારી કરાઇ છે
મુંબઇઃ રાની મુખર્જી હાલમાં મર્દાની 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ અનુસાર, પહેલા શિડ્યૂલનુ શૂટિંગ પુરી કર્યા બાદ ટીમ બીજા શિડ્યૂલ માટે વ્યસ્ત થઇ ગઇ છે. આ બધાની વચ્ચે મર્દાની 2માંથી રાની મુખર્જીના કૉપ લૂકની પહેલી તસવીર સામે આવી છે.
પોલીસ ઓફિસરની વર્દીમાં રાની મુખર્જીનો લૂક પ્રભાવિત કરનારો છે. ગોપી પુતરનના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રાની મુખર્જી એસપી શિવાની રૉયની ભૂમિકા નિભાવી રહી છે. પહેલા ભાગ મર્દાનીમાં રાની મુખર્જી આ જ રૉલ નિભાવતી જોવા મળી હતી. મર્દાની 2 આદિત્ય ચોપડા પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે. મર્દાની 2ને 2019માં રિલીઝ કરવાની તૈયારી કરાઇ છે. મર્દાની, 2014માં રિલીઝ થઇ હતી અને લોકપ્રિય બની હતી.
ઉલ્લેખનીય છે કે, બીજા શિડ્યૂનું શૂટિંગ રાજસ્થાનમાં થશે, જે આગામી અઠવાડિયાથી શરૂ થશે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં ફિલ્મનો ભાગ શૂટ કરવામાં આવશે. રાજસ્થાનના શિડ્યૂલ ખુબ મહત્વનો બતાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના મોટાભાગના સીન્સ મુંબઇમાં પણ શૂટ કરવામાં આવશે. નોંધનીય છે કે, મર્દાની ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી, ફિલ્મની કહાની ઇમાનદાર અને પ્રતિબદ્ધ પોલીસ કૉપ પર આધારિત હતી. આમાં રાની મુખર્જીનો અભિનય બાળકોની તસ્કરી કરનારી ગેન્ગનો પર્દાફાશ કરતો દર્શાવાયો હતો.Here's the first look... Rani Mukerji in #Mardaani2... Directed by Gopi Puthran... Produced by Aditya Chopra... 2019 release. pic.twitter.com/xtaCofVbU3
— taran adarsh (@taran_adarsh) April 30, 2019
#RaniMukerji dons the cop uniform in #Mardaani2 | @Mardaani2 pic.twitter.com/3DolnsxVSl
— Yash Raj Films (@yrf) April 30, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
Advertisement