'પુષ્પા'ની શ્રીવલ્લીએ ખોલ્યુ પોતાની ફિટનેસનુ રાજ, શેર કરી આ તસવીર
તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ પોતાની નવી તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની ફિટનેસનુ સિક્રેટ રાજ ખોલી રહી છે.
નવી દિલ્હીઃ સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની એક્ટિંગના કારણે તો ચર્ચામાં છે, પરંતુ સાથે સાથે ફેન્સ તેની ફિટનેસને લઇને પણ ખુબ ચર્ચાઓ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ રશ્મિકા મંદાના તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. ફિલ્મ પુષ્પા રિલીઝ થયા બાદ તો એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ સૌથી ઝડપી વધવા લાગ્યુ છે. રશ્મિકાને ફેન્સ નેશનલ ક્રશનુ ટેગ પણ આપી ચૂક્યા છે, અને તેનુ કારણ માત્ર તેની ફિટનેસ છે.
તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ પોતાની નવી તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની ફિટનેસનુ સિક્રેટ રાજ ખોલી રહી છે.
રશ્મિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પર તસવીર શરે કરી છે, એક્ટ્રેસે તસવીર શેર કરતા સાથે લખ્યું- મને નથી ખબર કે હું આ ફોટાને પૉસ્ટ કરવા માટે અલાઉડ છુ કે નહીં... તમારામાંથી કેટલાય લોકો આને પસંદ નહીં કરે પરંતુ હુ એ કહેવા સ્ટૉરી પૉસ્ટ કરી રહી છુ કે તમારા ફિટનેસ ગૉલ્સમાં વર્કઆઉટ્સ સ્થિર હોવુ જોઇએ. ફિઝીયોની સાથે, તમારી ડાયેટની સાથે, તમારા વિચારોની સાથે, તમારા સફરની સાથે, બસ સ્થિર રહો અને એન્જૉય કરો...થોડાક સમય માટે આ મજેદાર નહીં રહે પરંતુ જ્યારે તમને આદત પડી જશે.... ત્યારે તમને અહેસાસ થશે.. મારો પ્રેમ તમારા માટે મોકલી રહી છુ....
ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદાના સાઉથની ટૉપ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં સામલે છે, રરશ્મિકાને ફિલ્મ કૉમરેડથી પૉપ્યુલારિટી મળી હતી. હવે પુષ્પાની સક્સેસે એક્ટ્રેસની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હવે બહુ જલ્દી રશ્મિકા બૉલીવુડમાં પણ ધમાલ મચાવશે.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો