શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અરૂણ જેટલીના નિધન પર તેમની ભત્રીજી અને ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા શું કરી ટ્વિટ? જાણો વિગત
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું હતું. જેને લઈને જેટલીની ભત્રીજી ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને ભત્રીજો એક્ટર અક્ષય ડોગરા સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે.
મુંબઈ: પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું હતું. જેને લઈને માત્ર બોલિવુડ જ નહીં ટેલિવુડ જગતના એક્ટર્સ પણ દુઃખી જોવા મળ્યાં છે. ત્યારે અરુણ જેટલીની ભત્રીજી અને ભત્રીજો એટલે કે ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને એક્ટર અક્ષય ડોગરા આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે. એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ સોશિયલ મીડિયા પર પોતાના ફુઆને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને રિટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. રિદ્ધિએ બ્રોકન અને સેડ ઈમોજીનો યૂઝ કરીને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે અક્ષય પણ ફુવાના નિધનથી દુઃખી જોવા મળ્યો હતો.Warmest birthday wishes to you arun fufaji @arunjaitley Wishing you best of health and happiness always. Thanku for being an incredible source of inspiration to me and our entire family ♥️💫🦄🍾🎊🎂 pic.twitter.com/MoXOSgZ9OZ
— Ridhi Dogra (@iRidhiDogra) December 28, 2017
— Ridhi Dogra (@iRidhiDogra) August 24, 2019ઉલ્લેખનીય છે કે 2014માં રિદ્ધિએ ફુઆ અરુણ જેટલી માટે પ્રચાર કર્યો હતો. તે સમયે તેઓ અમૃતસરથી ચૂંટણી લડ્યા હતાં. રિદ્ધિ-અક્ષય ભાઈ-બહેન છે અને છેલ્લા ઘણાં સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion