શોધખોળ કરો
સુશાંતના મૃત્યુ પરના શોમાં આ એક્ટ્રેસ ચાલુ શોએ કરી રહી હતી મેક-અપ, લોકોએ વરસાવ્યો ભારે ફિટકાર
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રવિવારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે.

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રવિવારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. માત્ર 34 વર્ષના રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. રાજપૂતના મૃત્યુથી લોકો સ્તબ્ધ છે ત્યારે હિન્દી ફિલ્મોની એક એક્ટ્રેસે સુશાંતના મોત પર શોક વ્યક્ત કરતી વખતે કરેલી હરકતને કારણે સોશિયલ મીડિયા પર તેની સામે આક્રોશ ફાટી નિકળ્યો છે. સંજના ગલરાની નામની આ એક્ટ્રેસ એક રાષ્ટ્રીય ચેનલ પર લાઈવ શોમાં સુશાંતને શ્રધ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી. ચેનલનાં એન્કર અન્ય સેલિબ્રિટીને સવાલ પૂછી રહ્યાં હતાં ત્યારે આ એક્ટ્રેસ બેઠી બેઠી પોતાના ચહેરા પર મેક-અપ કરી રહી હતી ને આઈ-લાઈનરથી આઈ-બ્રોઝ સરખી કરી રહી હતી. લાઈવ ટીવી શોમાં આખો દેશ પોતાને જોઈ રહ્યો છે તેની તેને ખબર હશે કે નહીં એ ખબર નથી પણ ખળભળાવી મૂકે એવી આ ઘટના વખતે પણ પોતાના દેખાવની ચિંતા કરનારી આ એક્ટ્રેસ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. ટ્વિટર પર લોકોએ સંજનાને ટ્રોલ કરી હતી. વીડિયો પોસ્ટ કરતા એક યુઝર્સે લખ્યું કે વાસ્તવમાં બેવકૂફ બોલિવૂડ સુશાંત સિંહ પ્રત્યે સન્માન વ્યક્ત કરે છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, ઇન્ડસ્ટ્રિઝના એક ટેલેન્ટેડ પર્સનની આત્મહત્યા પર ટીવી સામે એક એક્ટ્રેસની પ્રતિક્રિયા. RIP Worst Year Ever Actress reaction in front of T.V. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ અવિશ્વસનીય છે. ભારતીય મીડિયાએ આવા વર્તન બદલ માફી માંગવી પડશે. તમને કોઈ સમજ છે? તમે પરિસ્થિતિને સમજી શકતા નથી. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ ભારતીય મીડિયા. તે લોકો ટીવી પર સુશાંતના મોત પર વાત કરી રહ્યા છે જેઓ ટીવી સ્ક્રીન પર મેકઅપ કરે છે. તેના દુખ વિશે તેઓ શું જાણે? સંજના ગલરાનીએ 2006માં તમિલ ફિલ્મ Oru Kadhal Seiveerથી ડેબ્યૂ કર્યું હતું. તે સિવાય તે કન્નડ ફિલ્મ Ganda Hendathi માં તેના વિવાદાસ્પદ રોલને લઇને ઓળખાય છે. તે સિવાય તેણે 60 કરતા વધુ ટીવી એડમાં કામ કર્યું છે. સંજનાનો જન્મ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. 2017માં તેની એક ફિલ્મ આવી હતી દંડુપાલ્યા-2. આ ફિલ્મમાં સંજનાના કેટલાક બોલ્ડ સીન લીક થયા હતા. બાદમાં તે કલર્સ ટીવીના શો મુઝસે શાદી કરોગેમાં પણ જોવા મળી હતી.
વધુ વાંચો





















