શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસ કાર અકસ્માતમાં ગંભીર રીતે થઈ ઘાયલ, જાણો વિગતે
અકસ્માતમાં કાર ડ્રાઇવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શબાના આઝમીની કારનો એક્સિડેન્ટ થયો છે. આ દુર્ઘટના બોમ્બે-પુણે હાઇવે પર કહાલપુર નજીક બની હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શબાના આઝમીની કારનો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા નજીક ખાલાપુર ટોલનાકે પાસે અકસ્માત થયો હતો. આ દુર્ઘટના બોમ્બે-પુણે હાઇવે પર કહાલપુર નજીક બની હતી. અહેવાલ મુજબ શબાનાની કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં અભિનેત્રીને ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અકસ્માતમાં કાર ડ્રાઇવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. જાવેદ અખ્તર પણ તેમની સાથે હતા. તેઓ પુણેથી મુંબઈ આવતા હતા ત્યારે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્તોને MGM હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંજે 4 કલાકે આ ઘટના બની હતી.
જાવેદ અખ્તરનો 75મો બર્થ ડે 17 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ હોટલમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જ્યાં શબાના આઝમી અને જાવેદ અખ્તરે બોલિવૂડના મોટા સ્ટાર્સને હોસ્ટ કર્યા હતા. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, કરણ જોહર જેવી સેલિબ્રિટી સામેલ થઈ હતી. આ પહેલા 16 જાન્યુઆરીએ શબાના અને જાવેદે તેમના જૂહુ સ્થિત બંગલે જન્મદિવસ ઉજવ્યો હતો. રેટ્રો થીમ પર યોજાયેલા બર્થ ડેમાં અનેક ફિલ્મી સિતારા જુના લુકમાં આવ્યા હતા. શબાના અને જાવેદે પણ રેટ્રો લુક ધારણ કર્યો હતો.
શબાના આઝમીનો જન્મ 18 સપ્ટેમ્બર, 1950ના રોજ થયો હતો. તેણે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મ અંકુરની સાથે તેણે બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતુ. શબાનાએ તેના કરિયરમાં 130થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં ઝનૂન, શતરંજ કે ખિલાડી, કંધાર, પાર, સતી, ગોડમધર જેવી ફિલ્મો સામેલ છે. હોલિવૂડ ફિલ્મોમાં પણ શબાનાએ અભિનય કર્યો છે.
US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં યોજાઈ શકે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમ INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે INDvAUS: રાજકોટ વન ડેમાં ઈજાગ્રસ્ત થયા હતા રોહિત શર્મા અને શિખર ધવન, ત્રીજી વન ડેમાં રમશે કે નહીં ?Raigad Police: Actor Shabana Azmi&her driver got injured in accident near Kahalpur on Mumbai-Pune Expressway. Javed Akhtar was also present in the car, but he is safe. Their vehicle was hit by a truck while they were travelling from Pune to Mumbai. Injured shifted to MGM Hospital https://t.co/bezuNWvUTa pic.twitter.com/8YWtZoEUSF
— ANI (@ANI) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement