શોધખોળ કરો
Advertisement
ડિરેક્ટરે આ એક્ટ્રેસને કહ્યું- ‘તારી બોડીના કેટલાક પાર્ટ્સ એટ્રેક્ટિવ નથી, તારે.....’
બીટાઉનમાં કામ મેળવવા માટે અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડતું હોય છે. જેના વિશે ઘણી વખત બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ વાત કરતાં જોવા મળતા હોય છે.
મુંબઈઃ બીટાઉનમાં કામ મેળવવા માટે અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડતું હોય છે. જેના વિશે ઘણી વખત બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ વાત કરતાં જોવા મળતા હોય છે. હાલમાં જ ફિલ્મ પ્યાર કા પંચનામાની એક્ટ્રેસ સોનાલી સેહગલે પણ આવો જ એક અનુભવ શેર કર્યો છે.
સોનાલીએ જણાવ્યું કે, તે એક ફિલ્મ માટે ઑડિશન આપવા ગઈ હતી. અહીં સિલેક્શન થયા બાદ ડિરેક્ટરે કહ્યું તે, તેણે કોસ્મેટિક સર્જરી કરાવવા પડશે, કારણ કે તેને સોનાલીની બોડીના કેટલાક પાર્ટ્સ આકર્ષક લાગતા ન હતા.
એક્ટ્રેસે જણાવ્યું કે, આ માગ સાંભળી તેણે ફિલ્મ રિજેક્ટ કરી દીધી. તેને આ વાતતી ખૂબ જ ખોટું લાગ્યું અને તે ખૂબ રડી હતી. સારી ફિલ્મ ગુમાવવાનું દુ:ખ હતુ, જોકે, એ વાતનો ગર્વ પણ હતો કે, તેણે આ ડિમાન્ડ ન માની.
સોનાલીએ કહ્યું કે, તે ક્યારેય કૉસ્મેટિક સર્જરી નહીં કરાવે. તેણે કહ્યું કે, ઑફર ગુમાવવા છતા તેણે પોતાને નિરાશ ન થવા દીધી પરંતુ પોતાની એનર્જીને બીજી સારી શક્યતાઓ તરફ વાળી દીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement