ઇવેન્ટમાં જ્યારે સ્વરા ભાસ્કરને કાસ્ટિંગ કાઉચ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાની આપવીતી જણાવી. તેણે કહ્યું કે, એક મોટા નિર્માતાનો મેનેજર સતત તેના ઘરનું એડ્રેસ પૂછી રહ્યો હતો. તેની સાથે મીટિંગમાં સ્વરા ત્યાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહી હતી. જેવી તે મીટિંગથી બહાર નીકળી તો, તે શખસે સ્વરાને કિસ કરવાનો પ્રયાસ કર્યો.
2/4
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રિલીઝ થયેલ તેની ફિલ્મ વીરા દી વેડિંગમાં વિવાદિત નિવેદનને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્વરા ભાસ્કર ઇન્ડિયન એક ઇવેન્ટમાં કાસ્ટિંગ કાઉચ વિશે નિવેદન આપ્યું છે.
3/4
સ્વરાએ કહ્યું, ‘જ્યારે હું ઊભી થઈ તો તે વ્યક્તિએ મારા કાનને કિસ કરવાનો પ્રયાસ કર્યો અને ‘આઈ લવ યુ બેબી’ કહ્યું. મેં દૂર થવાનો પ્રયાસ કર્યો તો મારા વાળ તેના મોઢામાં આવી ગયા અને આ પ્રકારની ઘટનાઓ બને છે. શું આ બધું કાસ્ટિંગ કાઉચનો હિસ્સો નથી?’
4/4
નોંધનીય છે કે હોલિવૂડ બાદ હવે ધીમે-ધીમે બોલિવૂડની એક્ટ્રેસ પણ પોતાની સાથે બનેલા કાસ્ટિંગ કાઉચ પર મહદઅંશે વાત કરતી થઈ છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત, એક્ટર રણવીર સિંહ અને સરોઝ ખાને પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયા હોવાનું સ્વીકાર્યું હતું.