શોધખોળ કરો
Advertisement
આયુષ્માન ખુરાનાની સાસુએ રામાયણમાં કર્યો હતો 'ત્રિજટા'નો રોલ ? તાહિરા કશ્યપે જણાવી હકીકત
તાહિરાએ કહ્યું, મારી માતા ક્યારેય રામાયણનો હિસ્સો રહી નથી. તે એજ્યુકેશન સાથે સંકળાયેલી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની સાસુએ રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં ત્રિજટાનો રોલ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેને લઈ હવે આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપે સ્પષ્ટતા કરી છે. તાહિરાએ કહ્યું, આવા રિપોર્ટમાં કોઈ તથ્ય નથી.
તાહિરાએ કહ્યું, મારી માતા ક્યારેય રામાયણનો હિસ્સો રહી નથી. તે એજ્યુકેશન સાથે સંકળાયેલી છે. મારી માતા રામાયણ સીરિયલનો હિસ્સો રહી છે તે વાતમાં કોઈ તથ્ય નથી.
રામાયણમાં ત્રિજટાનો પાત્રનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ રોલ તાહિરાની માતા અનીતા કશ્પયે કર્યો છે. જોકે તાહિરા કશ્યપે કહ્યું કે મારી માતા એજ્યુકેશન સાથે સંકળાયેલી હતી અને આ શો સાથે તેનું કોઈ કનેકશન નથી.
કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી રામાયણ ફરીથી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ શો શરૂઆતથી જ લોકોને ઘણો પસંદ પડ્યો છે અને ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion