(Source: ECI/ABP News/ABP Majha)
એસ્ટ્રો મેમ્બર મૂનબીન પછી હવે K-Pop Singer હાસૂએ 29 વર્ષની ઉંમરે ટૂંકાવ્યું જીવન, રૂમમાંથી મળી સુસાઈડ નોટ
K-Pop Singer Haesoo Death: K-Pop સિંગર હાસૂએ કથિત રીતે 29 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. હાસૂના આકસ્મિક નિધનના સમાચારથી તેમના ચાહકો આઘાતમાં છે.
K-Pop Singer Haesoo Death: કોરિયન સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. કે-પોપ સિંગર હાસુએ આત્મહત્યા કરી લીધી છે. તેણી 29 વર્ષની હતી. ઘણા કોરિયન સમાચાર આઉટલેટ્સ અનુસાર તેણી હોટલના રૂમમાં મૃત મળી આવી હતી. અહેવાલો અનુસાર પોલીસ દ્વારા એક મૃતદેહ મળી આવ્યો હતો, અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. તે જ સમયે કોરિયન ન્યૂઝ આઉટલેટ કોરિયાબુએ જણાવ્યું કે પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે.
What is happening in this industry is just saddening......
— Arya (@The_Weirdo_25) May 15, 2023
May her soul rest in peace.
Fly high Haesoo https://t.co/4jMDANIa1D
હાસુએ 'માય લાઈફ મી'થી ડેબ્યૂ કર્યું હતું.
હાસુ ખૂબ જ લોકપ્રિય સિંગર હતી. તેણે 2019માં મિની-આલ્બમ 'માય લાઈફ મી' સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઘણા ગીતો રજૂ કર્યા જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા. તેણી કથિત રીતે 20 મે, 2023 ના રોજ વાંજુ ગુન, જિયોલાબુક-ડોમાં ગ્વાંગજુમીઓન પીપલ્સ ડે ઇવેન્ટમાં પરફોર્મ કરવાની હતી. જો કે, આયોજકોને ફોન આવ્યો કે તેણીના આકસ્મિક નિધનને કારણે પ્રોગ્રામ રદ્દ કરવો પડશે. હાસુના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
Rest In Peace Haesoo
— seth (@0143skz) May 15, 2023
હાસુના મૃત્યુથી ચાહકો આઘાતમાં છે
હાસુના મૃત્યુના સમાચારથી તેના ચાહકો આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ચાહકોએ ટ્વીટ કરીને રેસ્ટ-ઇન-પીસ લખ્યું છે, જ્યારે ઘણા આટલી નાની ઉંમરમાં હાસુના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
a lot of things on my mind this morning but we'll go with the most important.
— kas (@ssozipark) May 15, 2023
rest in peace haesoo. 29 is too young, and im so sorry you hurt to the point where you chose to do this. i can only hope korea changes at some point. the usa too. so much needs to change.
એસ્ટ્રો સ્ટાર મૂન બિને પણ આત્મહત્યા કરી હતી
અગાઉ એસ્ટ્રો સ્ટાર મૂન બિનના આકસ્મિક અવસાનથી દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. મૂન બિનનું 25 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમના આકસ્મિક અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. સીએનએન દ્વારા અહેવાલ મુજબ, અધિકારીઓનું માનવું હતું કે મૂન બિન આત્મહત્યા કરી હતી. તે 19 એપ્રિલે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે જ સમયે, મૂન બિનના આકસ્મિક મૃત્યુના લગભગ ત્રણ અઠવાડિયા પછી, હવે કે-પૉપ ગાયક હાસુનું અવસાન થયું છે.