શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KBCમાં 1 કરોડ જીત્યા પછી IPS મોહિતાને બીજું શું મળ્યું કે તેમણે પોતાને લકી ગણાવ્યાં ?
હિમાચલ પ્રદેશની મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે.
![KBCમાં 1 કરોડ જીત્યા પછી IPS મોહિતાને બીજું શું મળ્યું કે તેમણે પોતાને લકી ગણાવ્યાં ? After winning Rs 1 crore in KBC, IPS Mohita got two Maggi masala sachets in 1 pack KBCમાં 1 કરોડ જીત્યા પછી IPS મોહિતાને બીજું શું મળ્યું કે તેમણે પોતાને લકી ગણાવ્યાં ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/18153742/mohita-ips-kbc.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કૌન બનેગા કરોડપતિનો ગઈકાલનો શો ઘણો મજેદાર રહ્યો. ત્યાં મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. મોહિતાને 1 કરોડ રૂપિયા જીત્યા બાદ 7 કરોડ રૂપિયાનો સવાલ કરવામાં આવ્યો. જેનો જવાબ તેને ખબર ન હતી.
હિમાચલ પ્રદેશની મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. તમને જણાવીએ કે, મોહિતા શર્મા એક આઈપીએસ અધિકારી છે અને તે જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે. આઈપીએસ અધિકારી મોહિતા શર્માનો જન્મ હિમાચલના કાંગડામાં થયો છે. તેમણે અભ્યાસ દિલ્હીમાં કર્યો છે.
જોકે હવે ટ્વિટર પર મોહિતા શર્મા કરોડપતિ બનવાને લઈને નહીં પણ બીજા કારણોસર ચર્ચામાં છે. મોહિતા શર્માએ ટ્વિટર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં મેગીનું એક પેક જોવા મળી રહ્યું છે અને તેની સાથે મસાલાના બે પેકેટ પણ જોવા મળી રહ્યા છે.
આઈપીએસ મોહિતા શર્માએ ટ્વીટર પર લખ્યું કે, ‘મેગીના પેકેટમાં બે મસાલાના પાઉટ મળ્યા છે. હું આટલી ભાગ્યશાળી હોઈશ એવું વિચાર્યું ન હતું. ભગવાન આજે મારા પર મહેરબાન છે.” મોહિતાના આ ટ્વીટ બાદ લોકો પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.Just after winning #KBC12, got 2 masala sachets in 1 #maggi packet. Never thought would get so lucky. God is kind today🙏 😁😄😋😁@GargRushal_IFS @SrBachchan @SonyTV @NestleIndia pic.twitter.com/9NMmbCJm2k
— Mohita Sharma Garg (@mohita_ips) November 17, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)