સોનમ કપૂરે ઐશ્વર્યા રાયને ઇન્સ્ટા ડેબ્યૂ પર અભિનંદન પાઠવ્યા છે અને સ્વાગત કર્યું છે. સોનમે લખ્યું છે- મારી જબર્દસ્ત કો-એમ્બેસેડર ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે. કાનમાં તમારા શાનદાર પ્રદર્શનની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
2/5
એશે જે સૌથી ચોંકાવનારું કામ કર્યું છે તે એ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની પહેલા પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન પહેલેથી જ હાજર છે પરંતુ અત્યાર સુધી આ બન્નેને તેણે ફોલો નથી કર્યા. જ્યારે એશને અભિષેકે ફોલો કરી છે.
3/5
ઐશ્વર્યા રાયનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 11 મેના રોજ લાઈવ થયું હતું પરંતુ તે દિવસે તેના એક પણ ફોલોઅર્સ બન્યા ન હતા કારણ કે તેનું એકાઉન્ટ વેરિફાઈ થયું ન હતું. જેના કારણે તેના એકાઉન્ટ પર બ્લૂ ટિક લાગી શક્યું ન હતું. એશે એકાઉન્ટ ઓપર કર્યાના 11 કલાક બાદ પોતાની તસવીર અપલોડ કરી હતી. આ તસવીર તેની દીકરી આરાધ્યના જન્મની હતી. એશે તેમાં પોતાની દીકરીને ઉંચકેલી હોય છે. આ પોસ્ટ કરતાં સમયે તેણે કેપ્શન લખ્યું હતું, 'And I was born again'
4/5
ઐશ્વર્યા રાયે 4 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને હવે ત્યાં તેના 9 લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. જ્યારે પોતાના જન્મદિવસ 14 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર આવનાર આમિર ખાનના માત્ર 8.77 લાખ ફોલોઅર્સ થઈ શક્યા છે.
5/5
નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં ધૂમ મચાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. ખાસ વાત એ છે કે ઐશ્વર્યાએ માત્ર 4 દિવસમાં જ એ કારનામું કરી બતાવ્યું છે જે આમિર ખાન વિતેલા 2 મહિનામાં પણ કરી શક્યો નથી.