શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે કોરાનાના સંદર્ભમાં કોના પર કાઢ્યો ગુસ્સોઃ અરે, દિમાગ હિલ ગયા હૈ ક્યા કુછ લોગોં કા......જુઓ વીડિયો
અક્ષયે કહ્યું, જ્યારે પણ હું તમારી સાથે વાત કરુ છુ ત્યારે પ્રેમથી કરુ છુ પરંતુ આજે કસમથી ખૂબ ગુસ્સો આવે છે કોઈને અસભ્ય બોલાઈ જાય તો માફ કરજો.
મુંબઈ: શનિવારે બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે જાહેરાત કરી હતી કે તેઓ કોવીડ -19 સામેની સરકારની લડતને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરશે. અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે અક્ષયે આટલી મોટી રકમ દાન આપવાનો આ નિર્ણય કઈ રીતે લીધો હતો. ટ્વિટર પર ટ્વિંકલ ખન્નાએ લખ્યું, "તે વ્યક્તિ મને ગર્વ આપે છે. જ્યારે મેં તેમને પૂછ્યું કે શુ તમે ખરેખર આટલી મોટી રકમ આપવા માંગો છો. ત્યારે તેણે કહ્યું, 'જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે કંઈ જ નહોતું અત્યારે હાલ હું આ સ્થિતિમાં છું, જેમની પાસે કાંઈ નથી તેમના માટે હું જે કાંઈ કરી શકું તે કરવાથી પોતાને કેવી રીતે રોકી શકુ છું. "
અક્ષય કુમારે લોકોને લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નિકળવા વિનંતી કરી છે. હાલમાં જ એક વીડિયોમાં અક્ષયે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. અક્ષયે બે મિનિટના આ વીડિયોમાં તેના ફેન્સને વિનંતી કરી હતી. અક્ષયે કહ્યું, જ્યારે પણ હું તમારી સાથે વાત કરુ છુ ત્યારે પ્રેમથી કરુ છુ પરંતુ આજે કસમથી ખૂબ ગુસ્સો આવે છે કોઈને અસભ્ય બોલાઈ જાય તો માફ કરજો.
અરે, દિમાગ હિલ ગયા હૈ ક્યા કુછ લોગોં કા...... લોકડાઉન શબ્દ કોણ નથી સમજી શકતા ? લોકડાઉનનો મતલબ છે ઘરે રહો, પરિવાર સાથે રહો, રસ્તાઓ પર ન નિકળો. બહાદૂર બની રહ્યા છો? બહાર જઈને. બહાદુરી અહીં જ રહી જશે. પોતે પણ હોસ્પિટલ જશો અને પરિવારને પણ હોસ્પિટલમાં લઈ જશો. કોઈ નહી બચે જો ધ્યાન નહી રાખવામાં આવે. અક્કલનો ઉપયોગ કરો હાથ જોડીને કહી રહ્યો છું. સમગ્ર વિશ્વની હાલત ખરાબ છે, ઘરે રહો અને તમારા પરિવારના હિરો બનો. જ્યાં સુધી સરકાર કહી રહી છે ઘરો રહો ત્યાં સુધી ઘરે રહો. કોરોના સામે જંગ છે તેને હરાવવાની છે.
અક્ષય કુમારે આગળ વાત કરતા કહ્યુ, તમને લાગે છે કે તમે ખૂબ બહાદુર છો. આ બધું તમને મુશ્કેલીમાં મુકાશે. તમે હોસ્પિટલમાં સમાપ્ત થશો અને તમારા પરિવારને પણ બીમાર બનાવશો. તમારા મગજનો ઉપયોગ કરો, હું તમને વિનંતી કરું છું.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement