પાછલા કેટલાક સમયથી અક્ષય કુમારનું સ્ટેન્ડ પ્રો-ગવર્નમેન્ટ રહ્યું છે. મોદી સરકારના વખાણ કરે છે. સરકારી યોજનાઓની વાહવાહી કરે. કદાચ આ કારણે જ તેઓ મોદી સમર્થકો માટે લોકપ્રિય બની ગયા છે અને કદાચ એટલા માટે જ અક્ષયને પણ હવે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ ડરાવતા નથી. જોકે અક્ષયની આ હરકત પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેની ટાંગ ખેંચવાનું શરૂ કર્યું છે.
2/5
એક સમય હતો જ્યારે મોંઘવારીને નામે નરેન્દ્ર મોદી, અનુપમ ખેર, સુષ્મા સ્વરાજ સહિતની હસ્તીઓ મનમોહન સિંહ પર સતત પ્રહારો કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચને પણ એ સમયે મનમોહન સિંહને ટ્વીટ કરીને સવાલો કર્યા હતા. હવે કેમ બધા ચુપ થઈ ગયા છે? લોકો હવે આવા લોકોના જૂનાં ટ્વીટ ખોળી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે હવે કેમ ચુપ થઈ ગયા?
3/5
ફેબ્રુઆરી 2012માં કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી. એ સમયે મુંબઈમાં પેટ્રોલ 69.55 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 69.55 રૂપિયા પ્રતિ લીટર હતા. એ સમયે અક્ષય કુમારે આ ટ્વિટ કર્યું હતું જે હવે છ વર્ષ બાદ અક્ષય કુમારે આ ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. અત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 84.40 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલની કિંમત 72.21 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને પણ મુદ્દો બનાવ્યો હતો. એમનો નારો હતો “બહુત હુઈ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબ કી બાર મોદી સરકાર.”
4/5
જોકે ટ્રોલ થવાને કારણે અક્ષયે તરત જ તેનું એક ટ્વીટ ડિલીટ કર્યું હતું. વાત એમ છે કે, અક્ષય કુમારે એક ટ્વિટ કર્યું હતું જે પેટ્રોલની વધતી કિંમતો પર હતું. 27 ફેબ્રુઆરી 2012ના રોજ મનમોહન સિંહની સરકાર હતી ત્યારે અક્ષયય કુમારે ટ્વીટ કરી લખ્યું હતું કે, “મને લાગે છે કે આપણે બધાએ સાઈકલ ધોઈને સાફ કરી લેવી જોઈએ, હવે એનો જ ઉપયોગ કરવો જોઈએ. સૂત્રોથી માલુમ પડ્યું કે પેટ્રોલના ભાવ હજુ પણ વધવાના છે.”
5/5
નવી દિલ્હીઃ છેલ્લા નવ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે કર્ણાટક ચૂંટણી ખત્મ થતા જ પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ 76.87 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલ 68.08 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. પેટ્રોલની વધતી કિંમતને કારણે લોકો સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી રહ્યા છે તો સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને પણ ટ્રોલ કરી રહ્યા છે.