શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરે ફાની વાવાઝોડા પીડિતોની મદદ માટે આપ્યા એક કરોડ રૂપિયા
આ સાથે જ તેણે પુલવામાંમાં શહિદ જવાનોનાં પરિવારને પણ મદદ મોકલાવી હતી. તેણે શહિદ જવાન જીત રામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની મદદ કરી હતી.
મુંબઈઃ અક્ષય કુમાર હાલમાં ભરે તેની નાગરિકતાને લઈને ચર્ચામાં છે. પરંતુ અક્ષય કુમાર ફરી એક વખત મુસીબતના સમયે લોકોની મદદ કરી છે. અહેવાલ અનુસાર અક્ષય કુમારે ફાના ચક્રવાત પીડિતો માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર, આ મામલે ઓડિશાનાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ હજુ સુધી તેમનાં તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. અક્ષય કુમાર આ પ્રકારનાં કામ પહેલાં પણ કરી ચુક્યો છે. તેણે કેરળ અને ચેન્નઇનાં પૂર પીડિતોને પણ મદદ કરી હતી
આ સાથે જ તેણે પુલવામાંમાં શહિદ જવાનોનાં પરિવારને પણ મદદ મોકલાવી હતી. તેણે શહિદ જવાન જીત રામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની મદદ કરી હતી.
જીત રામનાં નાના ભાઇ વિક્રમ સિંહે આ મદદ બદલ અક્ષય કુમારનો આભાર માન્યો હતો. અક્ષયે ગૃહમંત્રાલય સાથે મળીને 'ભારત કે વીર' નામની એપ પણ ચાલુ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement