Bade Miyan Chote Miyan: ઇજા થઈ છતાં શૂટિંગ માટે પહોંચ્યો અક્ષય કુમાર, 15 કરોડમાં શૂટ થયો આ એક્શન સીન
Bade Miyan Chote Miyan Action Scene: અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મને હિટ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. અક્ષયનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં એક્શન સીન કરતો નજરે પડી રહ્યો છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' માટે હેડલાઇન્સમાં છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને થોડા દિવસ પહેલા ઇજા થઇ હતી, પરંતુ ₹ 300 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મને હિટ બનાવવા માટે અક્ષય કુમાર બધું જ દાવ પર લગાવવા તૈયાર છે. તાજેતરમાં અક્ષય કુમારનો એક વીડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં એ ઘાયલ હોવા છતાં એક્શન દ્રશ્યો શૂટ કરતો જોવા મળી રહ્યો છે.
An exclusive shot of Akshay Kumar giving his best on Bade Miyan Chote Miyan set even after suffering a knee injury. A true Khiladi 💪🏼🔥 #akshaykumar #tigershroff #bademiyanchotemiyan #onset #khiladi #khiladikumar #akshaykumarfans pic.twitter.com/Ga83nK768Z
— Pinkvilla (@pinkvilla) March 27, 2023
અક્ષય કુમારનો વીડિયો થયો વાયરલ
આ સીનમાં અક્ષય કુમાર ખૂબ જ સાવધાની સાથે બાઇક પરથી ઉતરતો જોઇ શકાય છે. કેટલાક લોકો તેમાં તેમની મદદ કરી રહ્યા છે. અક્ષય કુમાર જેવો બાઇક પરથી ઉતરે છે કે તેને સપોર્ટ સ્ટિકની મદદ આપવામાં આવે છે. જેની મદદથી તે ધીરે ધીરે આગળ વધવા લાગે છે. અક્ષય કુમારને આ હાલતમાં જોઇને તેના ફેન્સ ખૂબ જ ચિંતિત છે. પરંતુ તે આ બધુ પોતાના ફેન્સ માટે કરી રહ્યો છે.
શું અક્ષય એક્શન ફિલ્મ દ્વારા કમબેક કરશે?
અક્ષય કુમારની અગાઉની ઘણી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ રહી છે અને હવે માનવામાં આવી રહ્યું છે કે તે એક્શન ફિલ્મ કરીને ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન પાછું મેળવી શકશે. ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ તેની જાહેરાત થઈ ત્યારથી જ તે હેડલાઇન્સમાં છે. સમાચાર મુજબ હાલ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં ચાલી રહ્યું છે, અને વાયરલ થઇ રહેલો વીડિયો પણ ત્યાનો જ છે.
શું આ એક્શન સીનને ટાળી શકાયો ન હોત?
પરંતુ એક મોટો સવાલ એ પણ છે કે જ્યારે અક્ષય કુમાર ખરાબ રીતે ઘાયલ છે, ત્યારે શું આ સીનને ટાળી ન શકાયો હોત? માહિતી મુજબ આ મેગા બજેટ ફિલ્મના દરેક સીન પર પાણીની જેમ પૈસા વહાવવામાં આવી રહ્યા છે. અક્ષય કુમારને ઇજા થઇ હોવા છતાં સેટ પર જે એક્શન સીન માટે આવવું પડ્યું હતું તેના પાછળ આશરે 15 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. જેથી મેકર્સના પૈસાનો વ્યય ન થાય તે માટે અક્ષય આ હાલતમાં શૂટિંગ કરવા માટે સેટ પર પહોંચ્યો હતો.





















