Google Mid Year Search List: વર્ષ 2022માં એશિયામાં વધુ સર્ચ કરાયેલા ટોપ 10 સેલિબ્રીટીઓની યાદી જાહેર...
ગુગલે (Google) સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એશિયાના સેલિબ્રીટી લોકોની વર્ષના મધ્ય સુધીની યાદી જાહેર કરી છે.

Google Mid Year Search 2022 List: ગુગલે (Google) સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એશિયાના સેલિબ્રીટી લોકોની વર્ષના મધ્ય સુધીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેટરીના કૈફથી લઈને આલિયા ભટ્ટ સુધીના બોલીવુડ સ્ટાર અને લોકપ્રિય પોપસ્ટાર વી સહિતના મ્યુઝિક સ્ટાર પર છે. આ સાથે દિવંગત રેપર સિદ્ધુ મૂસેવાલા પણ આ યાદીમાં છે. કુલ 33 લોકોની યાદીમાં બોલીવુડ સેલિબ્રીટીમાં કેટરીના કૈફ નંબર 1 પર છે.
1. વી (V)
આ યાદીમાં સૌથી પહેલાં સાઉથ કોરિયન મ્યૂજિક બેન્ડ બીટીએસના સભ્ય વી (V)એ સ્થાન મેળવ્યું છે. વીને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 6 મહિનાઓમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.
2. જંગ કૂક (Jung Kook)
આ યાદીમાં બીજા સ્થાને પણ કોરિયન મ્યૂજિક બેન્ડ બીટીએસનો સભ્ય જ છે. બીજા સ્થાન પર જંગ કૂક છે જેને એશિયામાં લોકોએ સૌથી વધુ સર્ચ કર્યો છે.
3. સિદ્ધુ મૂસેવાલા
આ યાદીમાં ત્રીજા સ્થાન પર દિવંગત પંજાબી રૈપર અને સિંગર સિદ્ધુ મૂસેવાલાનું નામ છે. એશિયામાં સિદ્ધુને સૌથી વધુ લોકોએ સર્ચ કર્યો છે. મૂસેવાલાની 29 મે 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી.
4. પાર્ક જીમિન
દક્ષિણ કોરિયાની પ્રખ્યાત ગાયિક અને ડાન્સર પાર્ક જીમિન આ યાદીમાં ચોથા સ્થાને છે. અહીં જણાવી દઈએ કે પ્રથમ અને બીજા સ્થાને પોતાનું સ્થાન બનાવનારાઓની જેમ પાર્ક જીમિન પણ BTS ગ્રુપનનો સભ્ય છે.
5. લતા મંગેશકર
લતા મંગેશકર, જેમને ભારતીય સ્વર કોકિલા કહેવામાં આવે છે, તેઓ આ યાદીમાં પાંચમા સ્થાને છે. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈમાં 92 વર્ષની વયે કોરોના વાયરસના સંક્રમણને કારણે અવસાન થયું હતું.
6. લિસા
સિંગર લિસા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. લિસા થાઈલેન્ડની એક પ્રખ્યાત ગાયિકા છે જેનું પૂરું નામ લાલીસા મેનોબલ છે.
7. કેટરિના કૈફ
આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ 7મા સ્થાને છે. એશિયાના લોકોએ કેટરિના કૈફને સર્ચ કરી છે. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના બોયફ્રેન્ડ એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.
8. આલિયા ભટ્ટ
કેટરિના પછી આલિયા ભટ્ટ આ યાદીમાં આઠમા સ્થાને છે. આલિયા ભટ્ટે આ વર્ષે એપ્રિલમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમજ લગ્નના અઢી મહિના બાદ અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની પણ જાહેરાત કરી હતી.
9. પ્રિયંકા ચોપરા
અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ યાદીમાં નવમા સ્થાને છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ ખાસ સ્થાન બનાવી રહી છે. તે હવે ગ્લોબલ સ્ટાર છે અને તેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.
10. વિરાટ કોહલી
આ યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી 10મા સ્થાને છે. વિરાટ કોહલી માત્ર ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન જ નહીં પણ સ્ટાર બેટ્સમેન પણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
