શોધખોળ કરો
Gujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો
Gujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો
વિધાનસભા ગૃહમાં પણ અમરેલી લેટર કાંડનો મુદ્દો ગુંજ્યો છે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે અમરેલી જિલ્લામાં ભાજપની આંતરિક ગેંગફોર સામે આવી. અમરેલી લેટર કાંડ એ રાજ્યમાં ભાજપમાં ચાલતી આંતરિક ખેંચતાનું ઉદાહરણ છે, પરંતુ ભાજપની આજ આંતરિક ગેંગવોરમાં એક નિર્દોષ પાટીદાર દીકરી પર અત્યાચાર થયો. દીકરીને પટ્ટા મારવામાં આવ્યા અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો. એક મહિનાનો આ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં તપાસનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો અને જે રિપોર્ટ સરકારે જાહેર કરવો જોઈએ. એક પાટીદાર દીકરીનું અપમાન નથી પણ આખા ગુજરાતની દીકરીઓ મહિલાઓનું અપમાન છે. સરકારના ઈશારે પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે જે આ વરઘોડો કાઢવામાં આવ્યો અને એની ઉપર સરકારમાં બેઠેલા ગૃહ રાજ્યમાં મંત્રી એમ કહેતા હોય કે વરઘોડા તો નીકળશે. તો વરઘોડા આજ દિન સુધી ડ્રગ્સ માફિયાઓના વરઘોડા સરકાર નથી કાઢતી, કોઈ ખનન માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો, કોઈ મેડિકલ માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો. કોઈ બીજેડ કાંડના આરોપીઓ હોય એમનો વરઘોડો નથી નીકળ્યો કે કોઈ ભાજપના મળતીયાઓ બળાત્કારમાં સંડોવાયેલા હોય તો
એમનો વરઘોડો નથી નીકળતો, પણ રાજકીય હિસાબ પતાવવા માટે એક માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે.
આગળ જુઓ





















