આ પ્રથમ ઘટના નથી જ્યારે અમીષા પટેલ ટ્રોલર્સના નિશાને આવી હોય. આ પહેલા પણ અમીષા પટેલ પોતાના હોટ ફોટોશૂટ અને ડ્રેસિંગ સ્ટાઈને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. જોકે તેના કેટલાક એવા ફેન્સ પણ છે જે તેના વખાણ કરતા થાકતા નથી.
2/3
તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક હોટ તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં જ લોકો ગંદી કોમેન્ટ કરીને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કોઈએ તેને પોતાની કરિયર બદલવા તો કોઈ તેને કહ્યું કે, તેની ઉંમર થઈ ગઈ છે. તેની આ તસવીર પર કેટલાક લોકોએ તેના વખાણ પણ કર્યા કોઈએ તેની ઉંમરને લઈને તેને ટ્રોલ કરી અને તેને બુઢિયા સુદી કહી દીધું. તેની આ તસવીર પર કમેન્ટ્સ પર લોકો સામસામે આવી જતા તસવીર જ વાયરલ થઈ ગઈ છે.
3/3
નવી દિલ્હીઃ એક સમયે સુપરસ્ટાર એક્ટ્રેસ તરીકે ઓળખાતી એકટ્રેસ અમીષા પટેલ હાલમાં ફિલ્મોમાં તો જોવા નથી મળી રહી પરંતુ ચર્ચામાં ચોક્કસ રહે છે. તે મોટેભાગે સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીર શેર કરતી રહે છે. હાલમાં તે પોતાની એક એવી જ તસવીરને કારણે ચર્ચામાં છે. તે પોતાની લેટેસ્ટ હોટ તસવીરને કારણે જોરદાર ટ્રોલ થઈ છે.