શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે પોસ્ટ કરી પોતાની નગ્ન તસવીર, જાણો શું આપ્યું કારણ ?
એકટ્રેસે અનેક એવોર્ડ પણ જીત્યા છે, જેમાં બે ગ્રેમી એવોર્ડ, ત્રણ એસીએમ એવોર્ડ, એક સીએમએ એવોર્ડ અને અમેરિકન મ્યૂઝિક એવોર્ડ તથા 12 બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ પણ સામેલ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાની સિંગર, સોંગ રાઇટર, એક્ટ્રેસ અને લેખિકા મારગ્રેટ લિએન રાઇમ્સ સિબ્રાયને તાજેતરમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચામડીની બીમારીને લઈ લોકોને જાગૃત કરી રહી છે. તેણે પોસ્ટ કરેલી તસવીરમાં સ્કિન પર કેટલાક નિશાન જોઈ શકાય છે.
તેણે તસવીરની સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. જેમાં જણાવ્યું છે કે, સોરાઇસિસ રોગથી પીડિત છે. આ રોગના સામાન્ય લક્ષણોમાં શરીરના પ્રભાવિત અંગોમાં ખંજવાળ આ છે. ત્વચા પર ફોલ્લા થઈ જાય છે અને લાલ દાગ ઉપસી આવે છે. તેણે પોસ્ટમાં લખ્યું કે આ તસવીર દ્વારા હું રોગ અંગે વાત કરીને ઘણી રાહત અનુભવી રહી છું.
એક્ટ્રેસે વિશ્વ સોરાઇસિસ દિવસ પર આ સ્ટોરી પોસ્ટ કરી હતી. ડોક્ટર્સના કહેવા મુજબ સોરાઇસિસનો કોઇ સંપૂર્ણ ઇલાજ નથી. પરંતુ તેના લક્ષણો જણાયા બાદ ઘણા અંશે કાબુ કરી શકાય છે. મારગ્રેટનો જન્મ અમેરિકાના મિસીસિપીમાં થયો હતો. તે જ્યારે છ વર્ષની હતી ત્યારે પરિવાર ટેક્સાસ આવી ગયો હતો અને તેણે વોકલ તથા ડાંસ ક્લાસમાં હિસ્સો લેવાનું શરૂ કર્યુ હતું. પાંચ વર્ષની વયથી જ તે લોકલ ટેલેન્ટ શોમાં હિસ્સો લેતી હતી.
9 વર્ષની વય સુધીમાં મારગ્રેટ અનુભવી સિંગર બની ચુકી હતી અને પિતા સાથે દેશભરમાં ટૂર કર્યો હતો. 13 વર્ષની વયે મારગ્રેટે પોતાનો પ્રથમ આલ્બમ રિલીઝ કર્યો હતો અને ત્યારથી ઘણી જાણીતી થઈ હતી.
તેણે અનેક એવોર્ડ પણ જીત્યા છે, જેમાં બે ગ્રેમી એવોર્ડ, ત્રણ એસીએમ એવોર્ડ, એક સીએમએ એવોર્ડ અને અમેરિકન મ્યૂઝિક એવોર્ડ તથા 12 બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ પણ સામેલ છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement