ચાલુ શૉમાં પરફોર્મન્સ દરમિયાન આ હૉટ સિંગરનુ પેન્ટ ફાટી ગયુ, દર્શકો હંસવા માંડ્યા ને પછી.... જુઓ વીડિયો
સોમવારના અમેરિકન આઇડલનના એક લાઇવ એપિસોડમાં આ ઘટના ઘટી. કૈટી પેરી પોતાના હિટ સૉન્ગ ‘ટીનેજ ડ્રીમ’ પર ગીત ગાઇને પરફોર્મન્સ આપી રહી હતી.
મુંબઇઃ બૉલીવુડ સહિત હૉલીવુડની કેટલીય એક્ટ્રેસ અને સિંગર પોતાના લૂક્સ અને આઉટપિટને કારણે ચર્ચામાં રહે છે. કોઇ પાર્ટીમાં તો કોઇ એવોર્ડ સેરેમનીમાં, જે કપડાં પહેરે છે, તે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ ઘણીવાર આ સેલેબ્સને કપડાંના કારણે ઓપ્સ મોમેન્ટનો શિકાર થવુ પડે છે. આવું જ કંઇક અમેરિકન પૉપ્યૂલર સિંગર (American singer) સાથે થયુ છે.
ખરેખરમાં, હૉલીવુડની જાણીતી અમેરિકન સિંગર કૈટી પેરી (American singer Katy Perry) તાજેતરમાં જ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. અમેરિકન આઇડલ પર લાઇવ શૉ દરમિયાન કૈટી પેરીનુ પેન્ટ ફાટી ગયુ અને આ કારણે તેને ઓપ્સ મોમેન્ટનો શિકાર થવુ પડ્યુ હતુ. આનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહયો છે.
સોમવારના અમેરિકન આઇડલનના એક લાઇવ એપિસોડમાં આ ઘટના ઘટી. કૈટી પેરી પોતાના હિટ સૉન્ગ ‘ટીનેજ ડ્રીમ’ પર ગીત ગાઇને પરફોર્મન્સ આપી રહી હતી. દર્શકો અને પ્રેક્ષકો મનોરંજનનો પુરેપુરો લાભ લઇ રહ્યાં હતા. આ દરમિયાન કૈટી પેરી મંચ પર પાછળથી ઝૂકી અને વાંકી વળીને પરફોર્મન્સ આપી રહી હતી, ત્યારે અચાનક તેનુ પેન્ટ ફાટી ગયું. સ્ટેજ પર બધાની સામે જ તેનું નારંગી રંગનું ચામડાનું પેન્ટ ફાટી ગયું હતું. આ જોઈને દર્શકો ચોંકી ગયા હતા. જો કે કેટીના ઉપ્સ મોમેન્ટ પર લોકો હસી પડ્યા હતા.
જોકે, આ મોમન્ટ બાદ અમેરિકન આઈડોલ શોમાં કેટીના સાથી જજ લિયોનેલ રિચી અને લ્યુક બ્રાયન પણ હસવાનું રોકી શક્યા નહીં. તેણે હસીને કહ્યું, ‘કોન્સર્ટ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે.’ કેટીએ ત્યાંના ક્રૂ મેમ્બર્સને પૂછ્યું, ‘શું હું ટેપ લઈ શકું.’ ત્યારબાદ ક્રૂ મેમ્બર્સ ટેપ લાવ્યા અને પેન્ટના ફાટેલા ભાગ પર પીળા રંગની ડક્ટ ટેપ લગાવી. આ પછી કેટી પેરીએ પેન્ટમાં ટેપ ચોંટાડીને પોતાનું પરફોર્મન્સ પૂરું કર્યું.
View this post on Instagram
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત