રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
યૂક્રેનને આ બેઠકમાં વાતચીત દરમિયાન રશિયા સામે ઘણાબધા પ્રસ્તાવો રાખ્યા છે. તેમને કહ્યું કે, જો સુરક્ષાની ગેરંટી મળે છે, તો અમે તટસ્થ રહીશું, અને સૈન્ય ગઠબંધનમાં પણ સામેલ નહીં થઇએ
![રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ 35th day : russia will reduce army from ukraine's some areas, know about ukraine and russia war રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/56e0f8c18553868389dce6a0713d0932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukraine-Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી પહેલા યુદ્ધને 35 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી કોઇ દેશને સફળતા નથી મળી, નથી રશિયા યૂક્રેન પર કબજો જમાવી શક્યુ કે નથી યૂક્રેન રશિયાને પાછુ ધકેલી શક્યુ. હવે આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે અને તે છે બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા. તુર્કીના ઇસ્તંબુલમાં થયેલી ત્રણ કલાકની બેઠકમાં બન્ને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. જોકે મૉસ્કોના પ્રમુખ વાર્તાકારે સ્પષ્ટ કર્યુ છે કે કીવ અને ઉત્તરીય યૂક્રેનની આસપાસ સૈન્ય અભિયાનને ઓછા કરવા માટે રશિયા વાયદો યુદ્ધ વિરામ નથી, પરંતુ કીવ પર હજુ લાંબી વાતચીત થયા બાદ જ નક્કી કરવાનુ છે.
વળી, યૂક્રેનને આ બેઠકમાં વાતચીત દરમિયાન રશિયા સામે ઘણાબધા પ્રસ્તાવો રાખ્યા છે. તેમને કહ્યું કે, જો સુરક્ષાની ગેરંટી મળે છે, તો અમે તટસ્થ રહીશું, અને સૈન્ય ગઠબંધનમાં પણ સામેલ નહીં થઇએ. યૂક્રેને એ પણ કહ્યું કે, અમે અમારી ધરતી પર વિદેશી સેનાનુ બેઝ પણ નહીં બનવા દઇએ, અને પરમાણુ હથિયાર હાંસલ પણ નહીં કરીએ, આ ઉપરાંત ડોનબાસ અને ક્રીમિયા પર દાવો પણ નહીં કરીએ, અને જો રશિયા પણ યૂક્રેનને યૂરોપિયન યૂનિયનમાં સામેલ થવાનો વિરોધ નહીં કરે.
રશિયા તરફથી પણ સકારાત્મક પહેલ -
યૂક્રેનના આ પ્રસ્તાવ પર રશિયા તરફથી પણ સકારાત્મક પહેલ કરવામાં આવી છે, વાતચીત દરમિયાન રશિયાના ઉપ રક્ષા મંત્રી એલેક્ઝેન્ડર ફોમિને કહ્યું કે રશિયા સુરક્ષા દળ કીવ અને ચર્નેહીવની દીશામાં સૈન્ય ગતિવિધિઓમાં કાપ મુકશે. વળી, આ નિવેદનના થોડાક કલાકો બાદ જ રશિયન સેનાની પીછેહઠની ખબર સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેનની વચ્ચે આ વાતચીતમાં બે લોકો મુખ્ય મધ્યસ્થ તરીકે દેખાયા. પહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન અને બીજુ રશિયન અબજપતિ અને યૂરોપના જાણીતા ફૂટબૉલ ક્લબ ચેલ્સીના માલિક રોમન અબ્રામોવિચ.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)