શોધખોળ કરો
Advertisement
Lockdown વચ્ચે KBCના શૂટિંગ પર અમિતાભ બચ્ચને કરી સ્પષ્ટતા, કહ્યું- હા મેં કામ કર્યુ છે, પરેશાની હોય તો.....
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે લોકપ્રિય ક્વિઝ-શો 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ શરૂ કર્યું છે.
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે લોકપ્રિય ક્વિઝ-શો 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ શરૂ કર્યું છે. દિગ્ગજ અભિનેતા દ્વારા લખવામાં આવેલા બ્લોગને જોઈ ખબર પડે છે કે સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન ન કરવા માટે લોકોની આલોચનાનો સામનો કરવો પડી શકે છે.
પોતાની પોસ્ટમાં તેણે કહ્યું, જરૂરી તમામ સાવધાનીના ઉપાયો સાથે તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. બચ્ચને તેના બ્લોગમાં કહ્યુ, હા મેં કામ કર્યું છે. તેનાથી પરેશાની છે તો પોતાના પૂરતી જ મર્યાદીત રાખો. લોકડાઉનની આ સ્થિતિમાં કંઈ કહેવાની કોશિશ ન કરો. જેટલી શક્ય હતી તેટલી પૂરતી માત્રામાં સાવધાની રાખવામાં આવી છે. બે દિવસના કામને એક દિવસમાં જ પૂરુ કરી દેવામાં આવ્યું. સાંજે છ વાગ્યે કામ શરૂ કરવામાં આવ્યું અને થોડી જ વારમાં ખતમ કરી દેવાયું છે.
લોકડાઉન વચ્ચે કેબીસીના શૂટિંગ માટે અનેક લોકોએ અમિતાભ પર સવાલ ઉઠાવ્યા હતા. ટેલીવિઝનના જાણીતા ગેમિંગ શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારી દરમિયાન પસંદગી પ્રક્રિયા ઓનલાઈન થઈ રહી છે. લોકડાઉન વચ્ચે હોસ્ટ અમિતાભ બચ્ચને પોતાના ઘરેથી સ્પર્ધકોની પસંદગી માટે શૂટિંગ કર્યુ છે.
શો માટે રજિસ્ટ્રેશનના ઓપનિંગની જાહેરાત કરતો એક શોર્ટ વીડિયો શેર કર્યો હતો. જેને બચ્ચને રિટ્વિટ કરીને કહ્યું, જી મારી પાસે જલદી આવી રહ્યો છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement