શોધખોળ કરો
આ એક્ટરને ઓળખો છો? અપકમિંગ ફિલ્મનો નવો લૂક આવ્યો સામે
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે.

મુંબઈઃ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબોની જાહેરાત બાદથી ફેન્સની વચ્ચે ખુશની લહેર છે. આયુષ્માન અને અમિતાભને સાથે જોવું રસપ્રદ હશે અને સૂજિત સરકારને કારણે આપણે આ ટેલેન્ટેડ એક્ટર્સ એક જ ફિલ્મમાં ટૂંકમાં જ જોવા મળશે. વિક્કી ડોનર અને પીકૂની સાતે સૂજિત સરકાર, આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યું હતું અને તેઓ આ કોમેડી ફિલ્મમાં બન્નેને સાથે લઈને આવી રહ્યા છે.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મના નવા લૂકમાં સાવ અલગ જ અંદાજમાં નજર આવી રહ્યા છે અમિતાભ બચ્ચન. તેમની ખાસિયત રહી છે કે ક્યારેય પણ કંઈ નવું કરવાથી પાછળ નથી હટતા અને પોતાના રોલ મુજબ પોતાની જાતને ઢાળવા માટે ખૂબ જ મહેનત કરે છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિતાભ સાથે આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. આયુષ્માને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું. જ્યારે ડિરેક્ટર સુજીત સરકાર સાથે આયુષ્માન વિક્કી ડોનરમાં કામ કરી ચૂક્યા છે. તો અમિતાભ અને સુજિત સરકારે પિકૂ જેવી મસ્ત ફિલ્મ પણ આપી છે.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement