ઉપરાંત અમિતા બચ્ચને કેડૂતોની આત્મહત્યા પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ખેડૂતોની આત્મહત્યા હંમેશા તકલીફ આપે છે. ઘણાં વર્ષો પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મને જાણવા મળ્યું કે, જે ખેડૂતો 15-20-30 હજાર રૂપિયાની લોન લીધી હતી તેઓ તે ચૂકવી ન શકવાને કારણે પોતાનો જીવ આપી રહ્યા હતાં અને મેં તેમનું દેવું ચૂકવી દીધું. આ વખતે 200 ખેડૂત પરિવાર માટે 1.25 કરોડ રૂપિયા આપી રહ્યો છું. હું બેંકમાં ગયો હતો જ્યાંથી દેવાદાર ખેડૂોતની યાદી મેળવી ચે અને તેમનું દેવું ચૂકવી રહ્યો છું.
2/3
કેબીસી-10 પ્રશોશનની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, અમને સરકાર તરફથી 44 પરિવારોનું લિસ્ટ મળ્યું છે. અમે 112 ડિમાન્ડ ટ્રાફ્ટ તૈયાર કર્યા છે જેની કુલ રકમ 1 કરોડ રૂપિયા છે. એક સમાચાર એજન્સી અનુસાર બચ્ચને કહ્યું કે, સરકારમાં એક સિસ્ટમ હોય છે કે, 60 ટકા રકમ પત્ની મળે છે અને 20-20 ટકા માતા-પિતાને મળે છે. અમે પણ શહીદોના પરિવાર માટે આ રીતે જ પૈસાની વહેંચણી કરી છે.
3/3
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યાં એક બાજુ દેવામાં ડૂબેલા ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાથે સાથે દેશ માટે પોતાનો જીવન આપનાર શહીદોના પરિવારોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે. મુંબઈમાં કેબીસી 10ની લોન્ચિંગના અવસર પર અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 1.50 કરોડ રૂપિયા ખર્ચ કરીને દેવામાં ડૂબેલા 200 ખેડૂત પરિવારોની મદદ કરશે. તેવી જ રીતે શહીદ જવાનોના 44 પરિવારોની વચ્ચે 1 કરોડની રકમ વિતરિત કરશે.