શોધખોળ કરો
Advertisement
Kerala Plane Crash:અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન સહિતના આ બોલીવૂડ સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યું
આ ઘટનાને લઈને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન સહિતના બોલિવૂડ સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે.
મુંબઈ: દુબઇથી કેરળના કોઝિકોડ એરપોર્ટ પર આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન IX-1344 લેન્ડિંગ વખતે સ્લિપ થતા ક્રેશ થયું હતું. વિમાન રનવે પરથી લપસી પડ્યું હતું અને 35 ફૂટ ઉંડા ખાડામાં પડતા બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં પાયલટ કો-પાયલટ સહિત 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લઈને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન સહિતના બોલિવૂડ સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે.
અમિતાભ બચ્ચને લખ્યું કે, "એક ભયંકર કરૂણાંતિકા... કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના, કોઝિકોડ એરપોર્ટ, ભારે વરસાદને કારણે વિમાન રનવે પર લપસી ગયું. પ્રાર્થના.'
શાહરૂખ ખાને શોક વ્યક્ત કરતાં લખ્યું, 'એર ઈન્ડિયાની ફ્લાઇટના મુસાફરો અને ક્રૂ સભ્યો માટે મારું હૃદય ખૂબ જ દુખી છે. આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. પ્રાર્થના..'
અક્ષય કુમારે ટ્વિટ કરતા લખ્યું, 'બધા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી માટે પ્રાર્થના. એ લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના જે લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા.'
અજય દેવગને ટ્વિટમાં લખ્યું, 'એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાના સમાચાર સાંભળીને પરેશાન છું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો માટે મારી પ્રાર્થના... જે લોકો તેમના પ્રિયજન ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદના.'
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement