શોધખોળ કરો
Advertisement
અનન્યા પાંડે 'પુરી જગન્નાથ'માં સાઉથ એક્ટર વિજય દેવરકોંડા સાથે જોવા મળશે
ફિલ્મ પુરી જગન્નાથમાં સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા સાથે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે રોમાન્સ કરતી જોવા મળશે.
મુંબઈ: ફિલ્મ પુરી જગન્નાથમાં સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા સાથે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે રોમાન્સ કરતી જોવા મળશે. પુરી જગન્નાથને લઈને ફિલ્મ જગતમાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મને હિંદી સહિત અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. પુરી જગન્નાથથી બોલીવૂડમાં પ્રથમ વાર વિજય ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમના ફેન્સ માટે આ ફિલ્મ ખાસ છે.
ફિલ્મ નિર્માતાએ પુરી જગન્નાથ ફિલ્મમાં વિજયની અપોઝિટ અનન્યા પાંડેના નામની જાહેરાત કરી દીધી છે. અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાણકારી શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અનન્યા કોસ્ટાર વિજય સાથે જોવા મળે છે. વિજયનું બોલીવૂડમાં સ્વાગત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરના કેપ્શનમાં લખ્યું ફિલ્મ પુરી જગન્નાથ સાથે જોડાવાથી ખુશી અને આભાર. આ તસવીરોમાં અનન્યા ફિલ્મના નિર્દેશક અને નિર્માતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે આ તસવીરોમાં અનન્યા અને વિજય વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. મુંબઈમાં જાન્યુઆરીથી શરૂ થયેલી ફિલ્મના શૂટિંગમાં હવે અનન્યા અને વિજય સામેલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement