Bigg Boss 15: રિયા ચક્રવર્તી સાથે બિગ બોસમાં જવાની વાત પર અંકિતા લોખંડેએ શું કહ્યું, જાણો
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તમામ અફવા પર ફુલ સ્ટોપ લગાવી દીધું છે. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, તે રિયા ચક્રવર્તી સાથે બિગ બોસ 15માં પાર્ટિસિપેટ કરવા જઇ રહી છે. તેમણે એક નિવેદન જાહેર કર્યું છે
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તમામ અફવા પર ફુલ સ્ટોપ લગાવી દીધું છે. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, તે રિયા ચક્રવર્તી સાથે બિગ બોસ 15માં પાર્ટિસિપેટ કરવા જઇ રહી છે. તેમણે એક નિવેદન જાહેર કર્યું છે
ટીવીનો સોથી પોપ્યુલર અને વિવાદિત શો બિગ બોસની આવનાર સિઝન હજું શરૂ નથી થઇ. જો કે ઇન્ટરનેટ પર તેના લઇને ચર્ચા તેજ થઇ ગઇ છે. બિગ બોસ 15માં કથિત રીતે પાર્ટિસિપેટ કરનાર એક્ટ્રેસના નામ સામે આવી રહ્યાં છે. તેમાં બે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડના નામ પણ સામેલ છે.
આ બંને એક્ટ્રેસને દરેક સિઝન માટે બિગ બોસથી ઓફર આવે છે. જો કે બંને વિવાદિત શોમાં પાર્ટિસિપેટ કરવા માટે મનાઇ કરી દે છે.અંકિતા લોખંડે ટોપ ટીવી એક્ટ્રેસ છે. તેમની પર્સનલ લાઇફ અને પ્રોફેશન લાઇફને લઇને લોકેન ખૂબ ક્યુરિયોસિટી રહે છે. અનેક લોકો એવું ઇચ્છે છે કે, અંકિતા લોખંડે આ શોનો હિસ્સો બને. આ મુદ્દે અંકિતાએ રિએકશન આપ્યું છે.
અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા એવી ખબર પર નિશાન સાધ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે, તે શોમાં પાર્ટિસિપેટ નહી કરે. તેમણે આ પ્રકારની અફવાની નિરાધાર ગણાવતા શોમાં ભાગ લેવાની શક્યતા પર પૂર્ણ વિરામ મૂકી દીધું.
View this post on Instagram
નિરાધાર અફવા છે
અંક્તા લોખંડે કહ્યું કે, “મારા સંજ્ઞાનમાં આવ્યું છે કે, મીડિયામાં કેટલાક લોકો અનુમાન લગાવે છે કે, હું આ વર્ષે બિગ બોસમાં પાર્ટિસિપેટ કરવાની છું. જો કે મારા પાર્ટિસિપેટની અફવા નિરાધાર છે. લોકો મને એ ચીજ માટે ટ્રોલ કરી રહ્યાં છે. જેનો હું હિસ્સો જ નથી”
રિયા ચક્રવર્તી સાથે પાર્ટીસિપેટ કરવાની ખબર
અંકિતા લોખંડેનું નિવેદન તે સમયે સામે આવ્યું છે. જ્યારકે એ અટકળો સેવાઇ રહી છે કે, અંકિતા વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 15માં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સાથે પાર્ટિસિપેટ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બંને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂતનું ગત જૂન નિધન થઇ ગયું હતું.