શોધખોળ કરો
Advertisement
લોકડાઉન પછી રીલીઝ થનારી પહેલી ફિલ્મ અભિષેક બચ્ચનની હશે, જાણો ફિલ્મ અને રીલીઝ ડેટ વિશે
ફિલ્મ ‘લુડો’ લોકડાઉન પછી રીલીઝ થનારી પહેલી ફિલ્મ બની શકે છે. આ ફિલ્મ 24 એપ્રિલ, 2020ના રોજ અથવા તો 31 એપ્રિલ, 2020ના દિવસે રીલીઝ થઈ શકે છે.
મુંબઈઃ કોરોનાવાયરસને કારણે દેશમાં લોકડાઉન થઈ ગયું છે. અને તેની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ પડી છે. હાલમાં શૂટિંગ બંધ છે અને કોઈ નવી ફિલ્મ રીલીઝ નથી થઈ રહી. નરેન્દ્ર મોદી સરકારે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે તે જોતાં 14 એપ્રિલ સુધી કોઈ નવી ફિલ્મ રીલીઝ નહીં થાય પણ 14 એપ્રિલ પછી ફિલ્મો રીલીઝ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
અત્યારે શક્યતા એવી છે કે, ફિલ્મ ‘લુડો’ લોકડાઉન પછી રીલીઝ થનારી પહેલી ફિલ્મ બની શકે છે. આ ફિલ્મ 24 એપ્રિલ, 2020ના રોજ અથવા તો 31 એપ્રિલ, 2020ના દિવસે રીલીઝ થઈ શકે છે. અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સાન્યા મલહોત્રા અને ફાતિમા સના શેખ પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે.
આ સિવાય કોડ નેમ અબ્દુલ ફિલ્મ રીલીઝ કરવાનું પ્લાનિંગ પણ હતું પણ અત્યારે તે રીલીઝ થવાની શક્યતા ઓછી છે. મોટા ભાગનાં મલ્ટિપ્લેક્સ ફિલ્મો રીલીઝ કરવા તૈયાર જ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement