શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્મા જેવી દેખાતી અમેરિકી સિંગરની લેટેસ્ટ તસવીર વાયરલ, લોકોએ કહ્યું- અનુષ્કાની યાદ આવી ગઈ !
જૂલિયાની તસ્વીર પર એક યૂઝરે લખ્યું કે, મને લાગ્યું કે આ અનુષ્કા છે. અન્ય એક યૂઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ અનુષ્કા જેવી દેખાય છે.’
બોલિવૂડના અનેક સ્ટાર્સના હમસકલની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એવામાં ફરી એક્ટ્રેસ અનુષ્કા શર્મા જેવી દેખાડી અમેરિકી સિંગર જૂલિયા માઈકલ્સ ચર્ચામાં છે. વાસ્તવામાં જૂલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની નવી તસવીર પોસ્ટ કરી છે. જે હાલ વાયરલ થઈ રહી છે.
જૂલિયાએ હાલમાં જ એક સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં તેણે વાળ બાંધેલા છે. તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, “ હું ખાસ કરીને પોતાના વાળ નથી બનાવતી, પરંતુ હું અનેક પ્રકારના સોંગ્સમાં કામ કરી રહી છું અને તેને લઈને ઘણી ઉત્સાહિત છું.”
જૂલિયાની આ તસવીરને યૂઝર્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, તેને જોઈને અનુષ્કાની યાદ આવી ગઈ. બીજા યૂઝરે લખ્યું , મને લાગ્યું કે આ અનુષ્કા છે. અન્ય એક યૂઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ અનુષ્કા જેવી દેખાય છે.’View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂલિયાની એક તસ્વીર ઓનલાઈન વાયરલ થઈ હતી, જેમાં તેને અનુષ્કા જેવી દેખાઈ છે તેમ કહી રહ્યાં હતા. બોલિવૂડ અભિનેત્રીએ પોતાની ‘ડૉપલગેંગર’(કાર્બન કોપી) જૂલિયાના મેસેજનો રિપ્લાઈ આપ્યો હતો.
જૂલિયાએ પોતાની કૉલેજ સમયનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, “હાય અનુષ્કા શર્મા, આપણે જુડવા છે.” ભારતીય એક્ટ્રેસ પણ જવાબમાં કહ્યું હતું, “ઓએમજી હાં ! હું ઘણા સમયથી તને અને પોતાના અન્ય બચેલા પાંચ ડૉપલગેંગર્સને શોધી રહી હતી.”OMG YES!! 😲 I've been looking for you and the remaining 5 of our dopplegangers all my life 😂 https://t.co/SaYbclXyXt
— Anushka Sharma (@AnushkaSharma) February 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement