મુંબઈઃ બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોરા તેમના સંબંધ અંગે મગનું નામ મરી નથી પાડતા. છતાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. તેઓ ઘણીવાર સાથે દેખાઈ રહ્યા છે.
2/3
આ બંને નવા વર્ષની પાર્ટીમાં સંજય કપૂરના ઘરે એક સાથે હાથમાં હાથ નાંખી દેખાયાં હતાં. જોકે તેઓએ હજી સુધી તેમના સંબંધ બાબતે કોઈ ફોડ પાડયો નથી. નવા વર્ષની પાર્ટીનું આયોજન અર્જુન કપૂરના કાકા સંજય કપૂરના ઘરે કરાયું હતું. તેમાં મલાઈકા અને અર્જુન પણ ગયા હતા આ પાર્ટીમાં મહીપ કપૂર પણ હતા.
3/3
આ પાર્ટી પછી સંજય કપૂરે તેમના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર ફોટા શેર કર્યા હતાં. જેમં મહીપ કપૂર, અર્જુન કપૂર, સંજય કપૂર, મલાઈકા અરોરા અને કરણ જોહર પણ ઉપસ્થિત હતા સંજયે ફોટોના કેપ્શનમાં ફેમિલી લખ્યું છે તેથી મલાઈકા કપૂર પરિવારની સભ્ય બનશે એવી ચર્ચાએ જોર પકડયું છે. અફવાઓ પ્રમાણે તો તેઓ એપ્રિલ મહિનામાં પરણી જાય એવી વકી છે.