શોધખોળ કરો
Advertisement
મલાઇકાની તસવીર ખેંચવા દીવાલ પર ચઢ્યો ફોટોગ્રાફર, અર્જુન કપૂર ગુસ્સે ભરાયો, જુઓ ઘટનાનો વીડિયો
મલાઇકા અને અર્જુન કપૂર ઘણી વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહ્યાં છે. બંને કરીના કપૂરના ઘરે સ્પોટ થયા હતા. અહી ફોટોગ્રાફરે એક ભૂલ કરતા અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી
બોલિવૂડ:કરીના કપૂરે સેકન્ડ બેબીને જન્મ આપ્યો છે.હાલ બોલિવૂડ સેલેબ્સ તેમના ઘરે શુભકામના આપવા જઇ રહ્યાં છે. મલાઇકા અને અર્જુન કપૂર પણ બેબીને જોવા અને કરીના, સૈફને શુભકામના આપવા કરીનાના ઘરે પહોંચ્યો છે. આ સમયે એક એવી ઘટના બની જેનો વીડિયો વાયરલ થયો છે.
બોલિવૂડમાં હાલ અર્જુન કપૂર અને મલાઇકાના રિલેશનશિપની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. તેઓ બંને સાથે અનેક વખત સ્પોટ થયા છે. જો કે એવું બહુ ઓછું બન્યું છે કે, આ કપલ પૈપરાજીથી નારાજ થયું હોય. પરંતુ કરીના કપૂરને ઘરે પહોંચેલા અર્જુન કપૂર પૈપરાજી નારાજ થયા હતા અને ફોટોગ્રાફરને ફટકાર લગાવી હતી.
ફોટોગ્રાફી પર રોષે ભરાયા અર્જુન કપૂર
કરીના કપૂરના ઘરે સેકન્ડ બેબીના જન્મની શુભકામના આપવા માટે બોલિવૂડ સેલેબ્સ પહોંચી રહ્યાં છે. તેવામાં અર્જુન કપૂર અને મલાઇકા પણ કરીના કપૂરના ઘરે પહોંચ્યા હતા. જો કે આ સમય દરમિયાન એક ફોટોગ્રાફરે એવી ભૂલ કરી કે, અર્જુન કપૂર રોષે ભરાયા, અર્જુન કપૂરે ફોટોગ્રાફરને ખખડાવ્યો જેનો વીડિયો વાયરલ થયો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા કરીના કપૂરના ઘરેથી બહાર જઇ રહ્યાં હતા ત્યારે ફોટો ખેંચવા માટે ફોટોગ્રાફર દીવાલ પર ચઢી ગયો. આ જોઇને અર્જુન કપૂરે ફોટોગ્રાફરને રિકવેસ્ટ કરી અને આવું ન કરવા માટે સમજાવ્યો પરંતુ ફોટોગ્રાફર વિનંતી છતાં પણ ન માન્યો અને દીવાલ પર ચઢીને ફોટો ખેંચવા લાગ્યો. ફોટોગ્રાફરનું આવું વર્તન જોઇને અર્જૂન કપૂર નારાજ થયો હતો અને તેને ફટકાર લગાવી હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
અર્જૂન કપૂર અને મલાઇકા હાલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અનેક વખત પબ્લિક પ્લેસમાં સ્પોટ થતાં રહે છે. જો કે બંને પબ્લિકમાં એકબીજાને મુદ્દે ખુલ્લીને વાત નથી કરતા. અર્જુન કપૂરે અનેક વખત એવી સ્પષ્ટતા કરી છે કે, ‘હાલ તો લગ્ન કરવાનો કોઇ પ્લાન નથી’View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement