અરશદે મીડિયાને જણાવ્યું કે, મને ખબર છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. મને એ પણ ખબર છે કે રાજૂ (રાજકુમાર હિરાની) તેનું શૂટિંગ આ વર્ષે અથવા તો વર્ષની વચ્ચે કે વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેશે. સ્ક્રિપ્ટ પર ફાઈનલ કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી તો એ જ કહી શકું કે ફિલ્મમાં હું અને સંજૂ છીએ. બસ મને આટલી જ વાત જણાવવામાં આવી છે. ત્યારે અરશદની ફિલ્મ ‘ફ્રોડ સૈંયા’ 18 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
2/3
વિતેલા વર્ષે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કર્યું હતું કે, તે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. પરંતુ તેમણે આ ફિલ્મ પર કામ કરવાની જગ્યાએ સંજય દત્તની બાયોપિક પર કામ કરવાનું શરૂ કરી દીધું. હવે આટલા વર્ષો બાદ ફાઈનલી અહેવાલ આવી રહ્યા છે કે મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંકમાં જ શરૂ થશે. આ વાતને ફિલ્મમાં સર્કિટની ભૂમિકા ભજવનાર અરશદ વારસીએ પણ કન્ફર્મ કરી છે. હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ફ્રોડ સૈંયા’ના પ્રમોશનમાં વ્યસ્ત અરશદે જણાવ્યું કે, મુન્નાભાઈ 3ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને આ વર્ષે તેનું શૂટિંગ શરૂ થઈ જશે.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડની સૌથી વધારે પસંદ કરવામાં આવેલ ફિલ્મ સિરીઝમાંથી એક મુન્નાભાઈ સીરીઝની રાહ દર્શકો વિતેલા ઘણાં વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે Sanjay Dutt અને Arshad Warsi લીડ રોલમાં હશે. વિતેલા ઘણાં સમયથી આ સીરીઝની ત્રીજી ફિલ્મની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. કહેવાય છે કે, મુન્નાભાઈ 3નું શૂટિંગ 2 વર્ષ પહેલા જ રૂ થવાનું હતું પરંતુ સંજય દત્ત જેલમાં જવાથી તે અટકી પડ્યું હતું.