'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો
સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. પતિ મારપીટ કરતો હોવાથી પત્નીએ અગ્નિસ્નાન કર્યું હતું. નવી સિવિલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું.

સુરતમાં પતિની નજર સામે જ પત્ની સળગી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું હતું. પત્નીને બચાવવાના બદલે આરોપી પતિ વીડિયો બનાવતો રહ્યો હતો. ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતી પ્રતિમાના તેના પતિ રંજિત સાથે અવારનવાર ઝઘડા થતા હતા. મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા આરોપી પતિએ પત્ની અને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી.
પતિ મારપીટ કરતો હોવાથી પત્નીએ અગ્નિસ્નાન કર્યું હતું. નવી સિવિલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું. આત્મહત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પતિએ પ્રયાસો કર્યા હતા. પત્નીને બચાવવાના બદલે પતિ વીડિયો બનાવતો રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મૃતકના ભાઈએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા પતિએ આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પત્નીએ શરીરે ડીઝલ છાંટી પોતાને આગ લગાવી હતી. દરમિયાન આરોપી રંજિત પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતારતો રહ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પતિની સતત ઘરેલુ હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી 'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા' એવી ઉશ્કેરણી કરતાં આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતક પત્નીના પરિવારજનોને પણ દાઝી ગઈ હોવાનું રટણ ચલાવ્યું હતું. હોસ્પિટલમાંથી મહિલાએ અંતિમ પોતાના ભાઈ પ્રકાશને કોલ કર્યો હતો. જ્યાં તેણી જાતે સળગી હોવાની હકીકત જણાવી હતી. પૂછપરછમાં બાળકોએ જણાવ્યું હતું કે મકાનના ધાબા પર પાડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતાં બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કર્યું હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. પતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો? એવું કહેતાં રંજિતે પ્રતિમા સાથે મારઝૂડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. એ સમયે રંજિતે ઘરમાં તેલ પડયું છે, એ લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતાં પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. એ સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો અને તેને સળગવા દીધી હતી. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.



















