શોધખોળ કરો
બાહુબલીના આ એક્ટરની પત્નીએ કરી આત્મહત્યા, પતિના આડા સંબંધોથી હતી પરેશાન
પોલીસે જણાવ્યું કે પીડિતા ભારતીએ (34) મધુ સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી મધુ દહેજ માટે કથિત રીતે તેનું શોષણ કરી રહ્યો હતો.

નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીથી ચર્ચામાં આવેલ એક્ટર મધુ પ્રકાશની પત્ની ભારતીએ આત્મહત્યા કરી લીધી છે. મીડિયા અહેવાલ અનુસાર, મધુની પત્ની ભારતીએ હૈદ્રાબાદમાં પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. મધુની આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું નથી પરંતુ કહેવાય છે કે, ભારતી, મધુ પ્રકાશની લાઈફસ્ટાઈલથી ખૂબ જ તણાવમાં રહેતી હતી અને તેને શંકા પણ હતી કે મધુ પ્રકાશનું કોઈ કો સ્ટાર સાથે અફેર ચાલી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે પીડિતા ભારતીએ (34) મધુ સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી મધુ દહેજ માટે કથિત રીતે તેનું શોષણ કરી રહ્યો હતો.
‘અમારી તપાસમાં સામે આવ્યું છે કે મધુને તેની કો-એક્ટ્રેસ સાથે આડા સંબંધો પણ હતા, જેના વિશે તેની પત્નીને જાણ થઈ ગઈ હતી. જે બાદ તે તેની પત્નીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યો’ તેમ રાયદુરગામના ઈન્સ્પેક્ટર એસ. રવિન્દ્રએ જણાવ્યું.
મધુ પ્રકાશ ઘરે નહોતો ત્યારે મનિકોંડા વિસ્તારમાં આવેલી પંચવટી કોલોની સ્થિત તેના ઘરમાં ભારતીએ પંખા સાથે પોતાની જાતને લટકાવીને જીવનને અંત લાવી દીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, ‘મધુ શૂટિંગ કર્યા બાદ સાંજે સાડા સાત કલાકે જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે ભારતીની લટકતી હાલતમાં લાશ જોઈ હતી. ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી’

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
