Bappi Lahiri Passes Away Live Updates: બપ્પી લહેરીનું નિધન, બોલિવૂડમાં શોકની લહેર
Bappi Lahiri Death: બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું રાત્રે 11 વાગ્યે મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લાહિરી 69 વર્ષના હતા.

Background
Bappi Lahiri Death: પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું બુધવારે સવારે નિધન થયું. પ્રખ્યાત ગાયકે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 69 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
તેમના ગીતોને ભારત જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
બપ્પી લહેરીના નિધન પર શોક વ્યક્ત કરતા દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે તેઓ એક અજોડ ગાયક-સંગીતકાર હતા. તેમના ગીતોને ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળી હતી. તેમના યાદગાર ગીતો લાંબા સમય સુધી લોકોને ખુશ કરતા રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.
Shri Bappi Lahiri was a matchless singer-composer. His songs found popularity not only in India but abroad. His diverse range included youthful as well as soulful melodies. His memorable songs will continue to delight listeners for long time. Condolences to his family and fans.
— President of India (@rashtrapatibhvn) February 16, 2022
આજે બપ્પી દાના અંતિમ સંસ્કાર નહીં થાય
સૂત્રોના જણાવ્યા અનુસાર બપ્પી લહેરીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. બપ્પી દાના પુત્રો અમેરિકામાં છે જેમના આગમનની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પુત્રો મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં મુંબઈ આવી જશે. જે બાદ આવતીકાલે પવન હંસ પાસેના હિંદુ સ્મશાન ભૂમિમાં બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.






















