Beauty Secret:મીરા રાજપૂતની ગ્લોઇંગ સ્કિનનું રાજ, કિચનમાં હંમેશા રહેતી આ વસ્તુઓમાં છે છુપાયેલુ, આ રીતે કરો અપ્લાય
Beauty Secret:મીરા રાજપૂતની ગ્લોઇંગ સ્કિનનું રાજ પણ આ નેચરલ ઇન્ગ્રીડિઅન્ડસમાં જ છુપાયું છે. જાણીએ ગ્લોઇંગ સ્કિન માટેને કુદરતી ઘરેલુ નુસખા
Beauty Secret:ચહેરાની ત્વચા સમય સાથે નિસ્તેજ થવા લાગે છે. ચહેરા પરની આ બધી સમસ્યાઓ વધુ કેમિકલ પ્રોડક્ટ્સના ઉપયોગના કારણે થાય છે. જો તમે ઇચ્છતાં હો કે ત્વચા કુદરતી રીતે ગ્લો કરે. તો નેચરલ પ્રોડક્ટના શરણે જનું જોઇએ. મીરા રાજપૂતની ગ્લોઇંગ સ્કિનનું રાજ પણ આ નેચરલ ઇન્ગ્રીડિઅન્ડસમાં જ છુપાયું છે. જાણીએ ગ્લોઇંગ સ્કિન માટેને કુદરતી ઘરેલુ નુસખા
Beauty Secret:ત્વચા માટે સનસ્ક્રીન ખૂબ જ જરૂરી છે. તે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે અને શરીરમાં ફ્રીકલ્સને ઘટાડે છે. જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન અવશ્ય લગાવો, મીરા રાજપૂત પણ ચોક્કસપણે સન સ્ક્રીનનો ઉપયોગ કરે છે.
ઘરની બહાર નીકળતા પહેલા અડધા કલાક પહેલા સનસ્ક્રીન લગાવવી જોઈએ. જેથી સનસ્ક્રીન ત્વચાની અંદર સારી રીતે શોષાઈ જાય અને સ્કિનના ઉપરના લેયરને પ્રોટેક્ટ કરે. જ્યારે તમે તડકામાં બહાર નીકળો છો, ત્યારે તે તેનું કામ કરી શકે છે અને તમે ત્વચાને સૂર્યના તીવ્ર અને હાનિકારક કિરણોથી બચાવે છો.
મીરા રાજપૂત તેની ત્વચાને નરમ અને સોજાથી મુક્ત રાખવા માટે તુલસીનો ઉપયોગ કરે છે. તુલસી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના થોડા પાન લો અને તેને પાણીમાં પલાળી દો. આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ આ પાંદડાને ગાળીને સ્પ્રે બોટલમાં રાખો. તેને ચહેરા પર સ્પ્રે કરો. આ ચહેરાની લાલાશ તેમજ સોજા અને બમ્પ્સને દૂર કરવામાં મદદ કરશે.
મીરા રાજપૂત પણ ચહેરા પર હળદર લગાવે છે. માત્ર મધના થોડા ટીપાં સાથે એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને છોડી દો. લગભગ પંદર મિનિટ પછી તેને ધોઈ લો. હળદર અને મધ ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવાની સાથે ત્વચાને પણ સાફ કરે છે. જેના કારણે ગ્લો કુદરતી રીતે આવવા લાગે છે.
સ્કિનને સ્વસ્છ રાખવાની સાથે હાઇડ્રેઇટ રાખવા માટે પુરતુ પાણી પીવું પણ જરૂરી છે. દિવસભરમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ,. તેમજ દિવસની શરૂઆત કોઇ પણ ડિટોક્સ ડ્રિન્કથી કરવી જોઇએ.
હેલ્થી સ્કિન માટે પ્રોપર ડાયટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ડાયટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર ફૂડ લેવા જોઇએ. ખાટા સિઝનલ ફળો, લીલા શાકભાજી, દહીંને રૂટીન ડાયટમાં સામેલ કરો,