શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસ પર લાગ્યો નકલી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ, 48 કલાકમાં માફી માગે નહીં તો.....
ટીમે લેટર જાહેર કરી માહિરા અને તેની પીઆર ટીમને આ ખોટું કામ રોકવાની વાત કહી છે અને લેખિત રીતે 48 કલાકની અંદર જાહેરમાં માફી માગવા પણ કહ્યું છે.
મુંબઈઃ ટીવીના સૌથી કોન્ટ્રીવર્સિયલ શો ‘બિગ બોસ 13’માં જોવા મળેલી માહિરા શર્માએ પોતાને એક વિવાદમાં મૂકી દીધી છે. એક્ટ્રેસ પર દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઈઝર્સ કમિટી તરફથી નકલી સર્ટિફિકેટ બનાવવાના આરોપ મૂકાયો છે. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (DPIFF)ની ટીમ તરફથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને માહિરા શર્મા પર નકલી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ મૂકાયો છે.
ટીમનાં કહેવા પ્રમાણે, ગયા દિવસોમાં માહિરાએ ઈન્સ્ટાગ્રામ પર એક સર્ટિફિકેટ અપલોડ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને આ એવોર્ડ ‘મોસ્ટ ફેશનેબલ કન્ટેસ્ટેન્ટ ઓફ બિગ બોસ 13’ માટે મળ્યો છે. હવે ટીમનું કહેવું છે કે, આવું કોઈ જ સર્ટિફિકેટ તેને આપવામાં આવ્યું નથી. આ સર્ટિફિકેટ એકદમ નકલી છે.
DPIFFએ આ સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું કે આ ખોટું કામ માહિરાએ પબ્લિસિટી મેળવવા અને પોતાના ફાયદા માટે કર્યું છે, જેમાં તેમના નામનો ઉપયોગ કરાયો છે અને આ તેમની બ્રાન્ડ ઈમેજ અને પ્રતિષ્ઠાને ખરાબ કરે છે. સ્ટેટમેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે કે આ ખબરને ઘણા મીડિયા હાઉસ અને બ્લોગે વેરિફાઈ કર્યા વિના પબ્લિશ કરી. ટીમે લેટર જાહેર કરી માહિરા અને તેની પીઆર ટીમને આ ખોટું કામ રોકવાની વાત કહી છે અને લેખિત રીતે 48 કલાકની અંદર જાહેરમાં માફી માગવા પણ કહ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે જો આવું નહીં થાય તો આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વિતેલા દિવસોમાં થયેલ બિગ બોસ 13ના ફિનાલેમાં માહિરા સામેલ થઈ હતી. અહીં તેણે ડેજી બ્લૂ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. સાથે જ ફિશટેલ હેરસ્ટાઇલ કરી હતી. પોતાના આ લુક માટે માહિરા ટ્રોલ્સના નિશાને આવી ગઈ હતી. એક્ટ્રેસ આલિયા ભટ્ટની કોપી કરવા માટે ટ્રોલર્સે તેને ખૂબ ટ્રોલ પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion