રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G સાથે મળશે આ ગજબના ફાયદા
Jio એ ભારતમાં તેના પ્રીપેડ ગ્રાહકો માટે "Happy New Year Plan 2026" ની જાહેરાત કરી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી ધરાવે છે.

Reliance Jio Happy New Year 2026 Plans : Jio એ ભારતમાં તેના પ્રીપેડ ગ્રાહકો માટે "Happy New Year Plan 2026" ની જાહેરાત કરી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી ધરાવે છે અને દરરોજ 2GB 5G ડેટા ઓફર કરે છે. આ માસિક પ્લાનની સાથે ટેલિકોમ ઓપરેટરે એક નવો વાર્ષિક પ્લાન અને ડેટા એડ-ઓન પ્લાન પણ લોન્ચ કર્યો છે. બધા પ્લાનમાં Google ની Gemini Pro AI સેવા અને પસંદગીના OTT પ્લેટફોર્મની ઍક્સેસ શામેલ છે. વાર્ષિક પ્લાનની કિંમત ₹3,599 છે, જ્યારે એડ-ઓન પ્લાનની કિંમત ₹103 છે. વાર્ષિક પ્લાન દરરોજ 2.5GB ડેટા ઓફર કરે છે, જ્યારે ફ્લેક્સી પેક કુલ 5GB ડેટા ઓફર કરે છે.
Jio ના હેપ્પી ન્યૂ યર 2026 પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત અને લાભો
ટેલિકોમ ઓપરેટરે તેની વેબસાઇટ પર ત્રણ નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જેમાં ડેટા પેક, વાર્ષિક પ્લાન, OTT એક્સેસ અને AI સેવાઓનો સમાવેશ થાય છે. ₹500 ની કિંમતનો હેપ્પી ન્યૂ યર પ્લાન, 28 દિવસની વેલિડિટી માટે દરરોજ 2GB ડેટા અને અમર્યાદિત 5G એક્સેસ ઓફર કરે છે. તેમાં અમર્યાદિત કૉલ્સ અને 100 SMS પ્રતિ દિવસનો પણ સમાવેશ થાય છે.
મફત ગુગલ જેમિની પ્રો સબ્સ્ક્રિપ્શન અને પસંદગીના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઍક્સેસ
₹500 ના આ પ્લાન સાથે ગ્રાહકોને Lionsgate Play, Discovery+, Sun NXT, Kaccha Lanka, Planet Marathi, Chaupal, Hoichoi, FanCode, JioTV અને JioAiCloud જેવા પસંદગીના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઍક્સેસ પણ મળશે. વધુમાં, Happy New Year Plan 2026 ₹35,100 ની કિંમતના 18-મહિનાના મફત ગુગલ જેમિની પ્રો સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે.
વાર્ષિક પ્લાનની કિંમત અને ફાયદાઓ જાણો
વાર્ષિક પ્લાનની કિંમત ₹3599 છે, જે દરરોજ 2.5GB ડેટા અને 365 દિવસ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર કરે છે. વધારાના ફાયદાઓમાં અમર્યાદિત કૉલ્સ, SMS અને JioTV અને JioTV ક્લાઉડની ઍક્સેસ શામેલ છે. આ પ્લાનમાં 18-મહિનાનો ગુગલ જેમિની પ્રો પ્લાન પણ શામેલ છે. ગુગલ જેમિની પ્રો પ્લાન ફક્ત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.
એક નવો ફ્લેક્સી પેક પણ લોન્ચ કરવામાં આવ્યો છે
Jio એ ₹103 ની કિંમતનો એક નવો ફ્લેક્સી પેક લોન્ચ કર્યો છે જે 28 દિવસ માટે કુલ 5GB ડેટા ઓફર કરે છે.
આ ઉપરાંત, ગ્રાહકો તેમની જરૂરિયાતોને આધારે OTT બંડલ પસંદ કરી શકે છે.
હિન્દી: જિયો સિનેમા,સોની લિવ,જી5
આંતરરાષ્ટ્રીય: જિયો સિનેમા, ફૈનકોડ,લાયંસગેટ, ડિસ્કવરી+
પ્રાદેશિક: જિયો સિનેમા,સન NXT, કાંચા લંકા, હોઈચોઈ
આ નવા પ્લાન Jio ની વેબસાઇટ, MyJio એપ અને ઓફલાઇન આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.





















