શોધખોળ કરો
Advertisement
પૂર્વ મિસ ઇન્ડિયા પ્રાચી મિશ્રાએ તમિલ એક્ટર સાથે કર્યા લગ્ન, તસવીરો અને વીડિયો થયા વાયરલ
રાચી મિશ્રા એક મોડલ છે અને તે યૂપીના મિર્જાપુર સાથે સંબધ ધરાવે છે. મહતે પ્રાચી સાથે લગ્નની કેટલીક તવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
નવી દિલ્હીઃ સાઉથ ટીવી રિયાલિટી શો બિગ બોસ તમિલ 2નો ભાગ રહી ચૂકેલ એક્ટર મહત રાઘવેન્દ્રએ 1લી ફેબ્રુઆરીએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. મહત પ્રાચીની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, બન્નેએ છેલ્લે 17 એપ્રિલ, 2019ના રોજ લગ્નની સત્તાવાર જાહેરાત કરી હતી અને હવે બન્નેએ 2020માં વસંત પંચમીના દિવસે લગ્ન કર્યા.
મહત અને પ્રાચીના લગ્નના વીડિયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં બન્ને લગ્નની વિધિ પૂરી કરતાં જોવા મળી રહ્યા છે.
દક્ષિણ ભારતની પહેરવેશમાં બન્ને ખૂબ સુંદર લાગી રહ્યા છે. જણાવીએ કે, પ્રાચી મિશ્રા એક મોડલ છે અને તે યૂપીના મિર્જાપુર સાથે સંબધ ધરાવે છે.
પ્રાચી મિશ્રાએ 2012માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પ્રાચી અને મહતે એક બીજાને 2017માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
મહતે પ્રાચી સાથે લગ્નની કેટલીક તવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે શેર કરવાની સાથે જ મહતે કેપ્શનમાં લખ્યું, જ્યારે પણ આ વિશે કોઈ તેને સવાલ કરતા હતા ત્યારે એ એજ કહેતા હતા કે તેણે આ વિશે કંઈ ખબર નથી આ બધું કેવી રીતે શરૂ થયું. બસ જ્યારે આ થયું ત્યારે તેને ફીલ થયું.
આ સાથે જ મહત આગળ લકે છે કે જ્યારથી પ્રાચી તેના જીવનમાં આવી છે ત્યારથી તેના જીવનમાં બધું જ સારું થયું. મહત લખે ચે કે તેણે પ્રાચીની સાથેના દરેક સમયને ખૂબ એન્જોય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement