અહેવાલ એ પણ છે કે એક્ટ્રેસ સારા અલી ખાનને કાર્તિક આર્યન ગમે છે. ઉપરાંત તે સ્ટાર કિડ અનન્યા પાંડેને ડેટ કરી રહ્યા છે. કાર્તિક જણાવે છે કે, જ્યારે પણ તેની કોઈ ગર્લફ્રેન્ડ બને છે, તેની માતા તેની સાથે મિત્રતા કરી લે છે. ત્યાર બાદ તે કાત્રિકની જગ્યાએ તેની માતાની વધારે નજીક થઈ જાય છે અને તે સાઈડ લાઈન થઈ જાય છે. તે કહે છે કે આજ સુધી તો એવું નથી બન્યું કે તેને લિવ ઇનમાં રહેવું પડે પરંતુ તે ઈચ્છે છે કે ભવિષ્યમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે લિવ ઈનમાં રહે.
2/2
નવી દિલ્હીઃ બોલિવૂડમાં વર્ષ 2011થી એક્ટિંગની શરૂઆત કરનાર એક્ટર કાર્તિક આર્યન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે. હાલમાં જ કાર્તિકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન વ્યક્તિગત સવાલોના જવાબ આપતા આ જાણકારી આપી છે. જોકે કાર્તિકે પોતાની આગામી ફિલ્મ ‘લુકા છિપી’ પર વાત કરી રહ્યો હતો. જો કે લિવ ઇન વિષય પર જ બેસ્ડ છે.